Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમના આગમન પહેલા મ્યુનિ,નો સપાટો : 218 એકમો સામે કાર્યવાહી

અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમના આગમન પહેલા મ્યુનિ,નો સપાટો : 218 એકમો સામે કાર્યવાહી

અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમના આગમન પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકી કરતાં એકમો ઉપર દંડાત્મક કાર્યવાહી કરી છે એએમસી દ્વારા સમગ્ર શહેરમાં તપાસ કર્યા બાદ 2, 54,700 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. જ્યારે નવ જેટલાં એકમોને સીલ મારી દેવાયા હતા

    અમદાવાદ કમિશ્નરે જે રીતે જાહેરાત કરી હતીકે, ગંદકી કરનારા લોકો પાસેથી પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ સુધીનો દંડ લેવામાં આવશે. ત્યારે આ વાતનો અમલ કરતાં કામગીરી હાથ ધરાઈ હતી અને ગંદકી કરનારા લોકોને દંડ કરાયો હતો

  . શહેરનાં 48 વોર્ડમાં જેટની ટીમ દ્વારા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ગંદકી કરનારા એકમો સામે પગલાં ભરવામાં આવ્યા હતા. જેમાં ઘોડાસરમાં આવેલાં ઈસ્કોન ગાંઠીયા ઉપર પચાસ હજાર રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો હતો.તો મણિનગરમાં આવેલાં ઓનેસ્ટને પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

(7:20 pm IST)