Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સુરતનો દર્દનાક કિસ્સો: કામરેજમાં મધ્ય રાત્રીએ બે સગા ભાઈઓની લાકડાના ફટકા મારી કરપીણ હત્યા

સુરત: શહેરમાં  ફરી એકવાર રક્તરંજિત બન્યું છે. અને તે પણ ઉત્તરાયણના દિવસે. સુરતના કામરેજ વિસ્તારના અમૃતનગરમાં ઉત્તરાયણની મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પૈસાની લેતી-દેતીમાં બે સગાં ભાઈઓની સનસનીખેજ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મામલે એક યુવકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના કામરેજના અમૃતનગરમાં મૂળ ઈલ્હાબાદના બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓ રહેતા હતા. અને બંને ભાઈઓ કામરેજમાં લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. દરમિયાન મોડી રાત્રે નજીકના રૂમમાં રહેતાં અને ગામના ઈસમોએ પૈસાની લેતીદેતી મામલે તેઓ સાથે ઝઘડો કર્યો હતો. અને બાદમાં ભેગાં મળીને તેઓ લાકડાનાં ફટકાં મારી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

(5:34 pm IST)
  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST