Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સુરતના કામરેજમાં અમૃતનગરમાં ખૂની ખેલ ખેલાયો :રૂપિયાની લેતી-દેતી મામલે બે સગા ભાઈઓની હત્યા

મુળ યુ.પી.ના ઇલ્હાબાદનાં વતની પરપ્રાંતિય બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓને તેના જ ગામના શખ્શોએ લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યા

સુરતના કામરેજમાં આવેલા અમૃતનગરમાં ખૂની ખેલ ખેલાયો છે  પૈસાની લેતી-દેતી મામલે બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી. મુળ યુ.પી.ના ઇલ્હાબાદનાં વતની પરપ્રાંતિય બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા.

મોડી રાત્રે પૈસાની લેતી દેતીમાં નજીકના રૂમમાં જ રહેતા તે ગામનાં જ શખ્સોએ લાકડાના ફટકા મારીને બંને ભાઈઓને મોતના ઘાટ ઉતારી દીધા.હતા 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પોલીસ દ્વારા ઘટના સ્થળ પર થીજ એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા બાકીનાં આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

(12:54 pm IST)