Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

શાંઘાઈ કોર્પોરેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની ૮ અજાયબીઓમાં સ્થાન આપ્યું

નરેન્દ્રભાઈ અને વિજયભાઈએ ભારત અને ગુજરાતને વધુ એક ગૌરવ અપાવ્યું: ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર ગૌરવ વધાર્યું

નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નિર્માણ પામેલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સીધા માર્ગદર્શન હેઠળ નર્મદા - કેવડીયા સ્થિત આવેલી વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને દુનિયાની ઉત્તમ ૮ અજાયબીમાઓમાની એક અજાયબી તરીકે સ્થાન આપ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ પામ્યાનાં માત્ર એક વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અનેક વિક્રમ સજર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશની તમામ અજાયબીઓને પાછળ છોડી એક પછી એક વિક્રમ સર્જી રહી હોય શાંઘાઈ કોર્પોરેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની ઉત્તમ ૮ અજાયબીઓમાં સ્થાન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ ૧૦૦ જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વનાં ૧૦૦ જાણીતા મુલાકાત લેવા જેવા સ્થળોની યાદીમાં સ્થાન આપ્યું છે. એવામાં ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર આપણું ગૌરવ વધાર્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ સહયોગ સંગઠન (લ્ઘ્બ્)ના મહાસચિવ વાલ્દિમીર નેરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સભ્ય દેશો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સંગઠનના પ્રયત્નોની પ્રસંશા કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને લ્ઘ્બ્ની આઠમી અજાયબી તરીકે સામેલ કરવામાં આવી છે. ગુજરાત સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠ અજાયબીઓમાં સ્થાન મળવાથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. ૩૧ ઓકટોબર ૨૦૧૮ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ બાદ દેશ-દુનિયાનાં લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચૂકયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર એક જ વર્ષમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓ અને અધધ આવકે દેશ-વિદેશની તમામ વર્ષો જૂની પ્રસિદ્ઘ સ્મારકોને પાછળ પાડી દીધા છે.

(12:11 pm IST)