Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ગૃહમંત્રી અમિતભાઇ શાહે અમદાવાદમાં પતંગ ચગાવીઃ જીતુ વાઘાણીએ ફિરકી પકડીઃ મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં પતંગોત્સવ ઉજવ્યો

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગઇકાલે અમદાવાદ ખાતે કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. વેજલપુરમાં તેમણે પતંગ ઉડાવી હતી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી. આ પ્રસંગે યુવા મોરચાના ઋત્વીજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિતભાઇ શાહે પતંગો કાપી પણ હતી. તેઓ સદાબહાર મુડમાં હતા અને મોજથી પર્વ મનાવ્યુ હતું. જ્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં તેમના નિવાસસ્થાને પતંગ ઉડાડવાની મજા માણી હતી. આ પ્રસંગે શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:15 am IST)
  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST