Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં વાહનમાં સંતાડીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પોલીસે 3ની અટકાયત કરી

નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નજીક વાહનમાં દારૂનો જથ્થો સંતાડી રાખી કેટલાક ઈમસો તેનું વેચાણ કરતાં હોવાની જાણ ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલને થતાં ટીમે ગતરોજ દરોડો પાડી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે કુલ રૂ.૯૨,૧૧૫નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા ઈસમોની પુછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો બુટલેગર ગીરીશ પ્રજાપતિ પાસેથી લાવ્યાંની કબૂલાત કરી હતી. અંગે પોલીસે કુલ ઈસમો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ,ગાંધીનગરની ટીમ ગતરોજ નડિયાદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસની ટીમને એવી માહિતી મળી હતી કે નડિયાદ-પીજ રોડ પર આવેલ મહીડા કોલોનીમાં રહેતો રણજીત સરદારસિંહ મહિડા અને તેનો ભાઈ હમીદ મહીડા અન્ય માણસોને સાથે રાખી પીજ રોડ પર આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં વાહનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરાવે છે. જેથી પોલીસની ટીમે દરોડો પાડી ત્યાં સ્થળ પર પાર્ક કરેલા બે વાહનો પાસે હાજર ત્રણ ઈસમોની ધરપકડ કરી હતી અને તેમની પાસેના યામાહા ફસીનો અને એક્ટિવાની ડેકી ખોલી તલાશી લેતાં તેમાંથી કુલ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની દિવાલ નજીક કાપડના થેલામાં સંતાડી મુકેલી પાંચ નંગ વિદેશી દારૂની બોટલ મળી હતી. આમ પોલીસે કુલ ૧૩ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.૪૪૭૫ કબજે લઈ હમીદ સરદારસિંહ મહીડા (રહે.મહીડા કોલોની,પીજરોડ,નડિયાદ), રણજીતભાઈ દીપસિંહ મહીડા (રહે.યાસીનપાર્ક સોસાયટી,મરીડારોડ,નડિયાદ) અને મઝરખાન હબીબખાન પઠાણ (રહે.કુંભારચાલી,નડિયાદ)ની ધરપકડ કરી હતી.

 

 

(1:47 pm IST)