Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ડીસાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ વેળાએ બે પુત્રીની માતાનું મોત તબીબની ભૂલના આક્ષેપ સાથે સ્થાનિકોએ રેલી કાઢી આપ્યું આવેદન

ડોક્ટરની ભૂલના કારણે મોત થયાના આક્ષેપ સાથે ઉગ્ર આક્રોશ સાથે રેલી યોજાઈ

ડીસાની ખાનગી હોસ્પિટલમાં કેટલાક દિવસ અગાઉ પ્રસુતિ દરમ્યાન બે બાળકીની માતાનું મોત થયુ હતુ. જેને લઇને સ્થાનિકોએ મોટી સંખ્યામાં રેલી કાઢી તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ. ડીસામાં ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાના મામલે પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. બે પુત્રીની માતાનું ડોક્ટરની ભૂલના કારણે મોત થયાના આક્ષેપ સાથે આજે ઉગ્ર આક્રોશ સામે આવ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલી આનંદ હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ એક સગર્ભાનું મોત થયુ હતુ. આનંદ હોસ્પિટલના ડોક્ટર સી.કે.પટેલની બેદરકારીના કારણે મોત થયુ હોવાના આક્ષેપથી હડકંપ મચી ગયો છે. મૃતકના પરિવારજનો સાથે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં શાંતિપુર્વક રેલી કાઢી ન્યાય આપવા માંગ કરી હતી.

(10:16 pm IST)
  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST

  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST