Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમની યશસ્વી કામગીરી : ત્રણ દિ'થી ઝાડ સાથે બાંધીને ગોંધી રાખેલ મહિલાને છોડાવી

ઉમરાળામાં બે સંતાનની માતા રતનબેનને સાસરિયાઓએ વાડીએ ઝાડ સાથે બાંધી રાખેલ :વેદનાભર્યા બચાવોના અવાજ સંભળાયા

બોટાદ :બોટાદ 181 મહિલા હેલ્પલાઇનની ટીમે યશસ્વી કામગીરી કરીને બે સંતાનની માતાને યાતનામાંથી મુક્ત કરાવી છે મળતી વિગત મુજબ સવારના  દિવ્યાબેન દિનેશભાઇ રાઠોડ નામની મહિલા એ 181 મા ફોન કરીને જણાવેલ કે મારી દીકરી જે ઉમરાળા ગામે સાસરે છે તેને તેના સાસરીયા દ્વારા ગોંધીને રાખેલ છે સાથે તેમ પણ જણાવેલ કે મારી દીકરીને થોડી માનસીક તકલીફ છે.આથી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સિલર જાનકી બેન ગોહિલ તેમજ કોન્સ્ટેબલ અસ્મિતા બેન બથવાર પાયલોટ નીલેશ ભાઇ ચુડાસમા કેસની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે તે બહેનની મદદ માટે ઉમરાળા પહોંચેલ 

    ઉમરાળા ગામે રતનબહેનના ઘરે પહોચતા જાણવા મળ્યું કે તેઓને ઘરેથી વાડીએ લઇ ગયેલ છે આથી રતનબહેનના માતા પિતાને સાથે રાખીને બોટાદ  181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ વાડીએ જઈ તપાસ કરતાં ત્યાં ખુબજ વેદના ભર્યા આવાજો સંભળાયા કે બચાવો અને મને અહીંથી છોડો હૃદય કંપાવી દે તેવી સ્થિતિમાં સોનલબેનને તેમનાં સાસરીયા દ્વારા એક કૂવા નજીક ઝાડ સાથે જાડાં દોરડાથી બાંધી રાખેલ

  181 ટીમ દ્વારા આ બંદીવાન બહેનને છોડાવ્યા તેમજ બહેનનું કાઉન્સેલિંગ  જાનકીબેન ગોહિલ દ્વારા કરવામાં આવતાં જાણવા મળ્યું કે રતનબહેન ની ઉંમર 30 વર્ષ ની છે તેમનાં લગ્ન ઉમરાળાના વિજયભાઇ સાથે આશરે  9 વર્ષ પહેલા  થયેલ અને તેમને બે સંતાન પણ છે.

 રતનબહેન દ્વારા જણાવેલ કે તેમનાં સાસરીયા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી તેમને ગોંધી રાખેલ અને કૂવા નજીક ઝાડ સાથે જાડાં દોરડાથી બાંધી રાખેલ અને ત્રણ દિવસથી જમવા પણ આપેલ નથીં અને માર મારવામાં આવેલ આ બાબતે રતનબહેનના  સાસરીયા સાથે વાતચીત કરતાં જાણવાં મળેલ કે  રતનબહેનને  માનસિક તકલીફ હોવાથી આવું કામ  કરવામાં આવેલ ત્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન બોટાદના કાઉન્સિલર જાનકી બેન ગોહિલ તેમજ કોન્સ્ટેબલ અસ્મિતા બેન બથવાર સાથે પાયલોટ નીલેશ ભાઇ ચુડાસમા દ્વારા મહિલાને સાથે લઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી 181 બોટાદ ટીમ દ્વારા  મહિલા ને છોડાવી તેમનાં માતા પિતાને સોંપી ને ખુબજ પ્રશંસનીય કમગીરી કરવામાં આવી હતી

(10:58 pm IST)