Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમદાવાદમાં વીએસ બચાવ અભિયાન અંતર્ગત કોંગ્રેસે કાળી પતંગો ચગાવ્યા :કાર્યકરોએ સૂત્રો લખેલ કાળા ફુગ્ગા ઉડાવ્યા

લાલ દરવાજા પાસે સરદારબાગમાં બેસણાનો કાર્યક્રમ ;તમામ કોંગ્રેસ કાર્યકરો સફેદ કપડામાં હાજર રહ્યા

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત વી.એસ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં તેમજ હોસ્પિટલને બચાવવાની માંગણી સાથે ઉત્તરાયણના દિવસે કોંગ્રેસે પોતાના કાર્યકરો સાથે કાળા પતંગ ચડાવી વિરોધ નોંધાવ્યો હતો. પતંગ પર અલગ અલગ સૂત્રો લખવામાં આવ્યા હતા જેવાકે, VS બચાવો, તેને બચાવવા મિસકોલ કરો વગેરે વગેરે સ્લોગન પણ લખવામાં આવ્યા હતા.

   દરિયાપુરના ધારાસભ્યએ જણાવ્યુ કે, ઉત્તરાયણના દિવસે તમામ 48 વોર્ડના કોંગ્રેસ કાર્યકર્તા ફુગ્ગા ઉડાડી વિરોધ નોંધાવવાના છે જે બાદ સવારે 11 થી 12 લાલ દરવાજા પાસે આવેલ સરદારબાગમાં બેસણાનો કાર્યક્રમ રાખવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. જ્યાં તમામ કોંગ્રેસ કાર્યકર્તા સફેદ કપડામાં હાજર રહ્યાં હતા

   જ્યારે પ્રધાનમંત્રી તેનું ઉદ્ઘાટન કરવા આવશે તે સમયે 48 વોર્ડમાં કાળા ફુગ્ગા ઉડાડી ચક્કાજામ કરાશે અને પ્રધાનમંત્રી પાછા જાઓના નારા પણ લગાવવામાં આવશે. જોકે આ અંગે એક અન્ય કોંગી નેતાએ જણાવ્યુ હતું કે, મૂળ હોસ્પિટલના 1155 પથારીઓની ક્ષમતામાં ઘટાડો કરીને તેમાં 500 પથારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગરીબ અને જરૂરિયાત મંદ દર્દી અને તેમના સગાવહ્લાઓને જ સહન કરવાનું આવશે

(8:51 pm IST)