Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વાવના દેવપુરા નજીક મુખ્ય કેનાલના પુલ પાસેથી યુવક-યુવતીની લાશ મળી

કેનાલની દિવાલેથી મોબાઇલમહેડફોન અને થોડા રૂપિયા મળ્યા :મૃતકોની ઓળખ મેળવવા તજવીજ

બનાસકાંઠાના  વાવ તાલુકાના દેવપુરા પાસેની મુખ્ય કેનાલના પુલ પાસેથી યુવક અને યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ લાશો એક પુરુષ અને સ્ત્રીની હતી અને મૃતકો પ્રેમી પંખીડા હોવાનું જાણવા મળ્યું છે. કેનાલના પુલ પર મોબાઈલ મળી આવ્યો છે.ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી પડયા હતા. પોલીસે તરવૈયા બોલાવીને મૃતકોને કેનાલમાંથી બાહર કાઢવાની તાજવીજ હાથ ધરી છે.

  કેનાલની દીવાલે કેટલોક સામાન પણ મળી આવ્યો હતો. જેમાં મોબાઈલ, હેડફોન અને થોડા રૂપિયા પણ મળ્યા હતા. પ્રાથમિક તારણમાં આ સામગ્રી મૃતકમાંથી કોઈ એકની હોઈ તેવું જાણવા મળ્યું છે. ત્યારે શંકા પણ ઉપજી શકે છે. આ હત્યા છે. કે પછી આત્મહત્યા. સમગ્ર ચોક્કસ માહિતી પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ જાણ થઈ શકે છે.

(6:59 pm IST)