Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અલ્પેશ કથિરિયાએ શરતી જમીનનો ભંગ કર્યો છે આજે જ તેની ધરપકડ કરાશે

સુરત :રાજદ્રોહ કેસમાં જમીન પર રહેલા પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાની જામીન રદ કરવા સુરત પોલીસે કરેલી અરજી કોર્ટે ગાહ્ય રાખીને અલ્પેશ કથિરિયાની જમીન રદ કરી છે ત્યારે અલ્પેશની ધરપકડને લઈ સુરત પોલીસ કમિશ્નરે નિવેદન આપ્યું છે. સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ કહ્યું કે, અલ્પેશ કથિરિયાએ શરતી જામીનનો ભંગ કર્યો છે. આજે જ તેની ધરપકડ કરવામાં આવશે

     બીજીતરફ અલ્પેશ કથિરિયાના વકિલે આ મુદ્દે જણાવ્યું છે કે, કોર્ટે અલ્પેશને હાલ જેલમા હાજર થવા પર મુક્તી આપી છે. જોકે, પોલીસ અલ્પેશની ધરપકડ કરી શકે છે.  અમે ટુક સમયમાં જ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશું

(6:11 pm IST)