Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પાલનપુરમાં ચાઈનીઝ દોરાએ કિશોરનો ભોગ લીધો: દોરી વીજ વાયર સાથે અથડાતા કમકમાટીભર્યું મોત

પાલનપુર:શહેરમાં ચાઈનીઝ દોરીએ એક આશાસ્પદ કિશોરનો શનિવારે ભોગ લીધો હતો. ઉતરાયણ  પૂર્વે એક કિશોર પતંગ પકડવા જતા ચાઈનીઝ દોરી વીજ વાયર સાથે ટકરાતા કરંટ લાગ્યો હતો અને બાળક ગુજરી ગયો હતો. જેને લઈ પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. સરકારની ચાઈનીઝ દોરી પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર રહેતો હોવાનુ રહીશોએ જણાવ્યુ હતું.

પાલનપુરની ગ્રીન પાર્ક સોસાયટીમાં પતંગ પકડતા મોત થયાના સમાચારે શહેરમાં હલચલ મચી જવા પામી હતી. શનિવારે  પાલનપુરની ગ્રીનપાર્ક સોસાયટીમાં ધર્મેશ રાજેશભાઈ, ઉ.વ.૧૩ કપાયેલા એક પતંગને પકડવા ગયો હતો. જેથી કપાયેલા પતંગની સાથે પ્રતિબંધીત ચાઈનીઝ દોરી જોડાયેલી હતી જે દોરી વીજ વાયરને અડી જતા કરંટ  ધર્મેશના શરીરમાં ઉતરી ગયો હતો જેના કારણે બાળકનું મોત થયુ હતુ. 

 

 

 

 

(5:38 pm IST)