Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વડોદરાના વાઘોડિયામાં ઈકોએ બાઇકને હડફેટે લેતા ખેડૂત દંપતીએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડોદરા:શહેરનાવાઘોડિયા તાલુકાના ગામ પાસે બાઇકને ઝડપે જતી ઈકો ગાડીએ જોરદાર ટક્કર મારતા બાઇક પર ખેતરેથી ઘરે જતા પતિ અને પત્નીનો કરુણ મોત નિપજ્યું છે. 

પોલીસના જણાવ્યા મુજબ પાટીયાપુરા ગામમાં રહેતા 58 વર્ષના ભગાભાઈ ચંદુભાઈ વસાવા તેમજ તેમના 56 વર્ષના પત્ની સવિતાબેન ઉત્તરાયણના દિવસે સવારે પોતાના ખેતરમાં ગયા હતા અને ઉત્તરાયણનો તહેવાર હોવાથી બપોરના તેઓ વહેલા ઘરે આવવા માટે બાઈક પર પાટીયાપુરા ગામે-ગામે નીકળ્યા હતા.

ત્યારે દેવ નદીના બ્રિજ પાસે ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ ખેરવાડી તરફથી પુરપાટ ઝડપે આવતી સફેદ કલર ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક સવાર આધેડ દંપતી રોડ ઉપર ફંગોળાયા હતા અકસ્માત કરી ઇકો કારનો ચાલક પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.

 

 

(5:34 pm IST)