Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આણંદની વિવેકાનંદ કોલોનીમાં માતાને અંધારામાં રાખી પુત્રએ મકાન વેચી દેતા અરેરાટી

આણંદ: શહેરની ગ્રીડ ચોકડી પાસે આવેલી વિવેકાનંદ કોલોનીમાં આવેલો એક બંગલો પુત્રએ માતાને બિક્ષસ દસ્તાવેજ કરી આપ્યા બાદ કોર્ટનો હુકમ તેમજ અખબારમાં જાહેરાત આપી હોવા છતાં પણ બેડવાના વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરી આપતાં આ અંગે આણંદ શહેર પોલીસે ચાર વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી મીનાબેન હિતેન્દ્રકુમાર પંડ્યાની હાજરમાં તેણીના સસરા નવનીતલાલ પંડ્યાએ પુત્ર જયને ગત તારીખ ૧૩-૧-૧૯૯૭ના રોજ ઉક્ત મકાનનો બિક્ષસ દસ્તાવેજ કરી આપ્યો હતો. ત્યારબાદ તારીખ ૧૫-૪-૨૦૧૭ના રોજ જયે પોતાની માતા મીનાબેનને બિક્ષસ દસ્તાવેજ કરી આપ્યો હતો. જો કે ત્યારબાદ માતા-પુત્ર વચ્ચે તકરાર થતાં માતા પોતાની પુત્રીને ત્યાં રહેવા જતા રહ્યા હતા. ત્યારબાદ પુત્ર જય આ મકાન કોઈને વેચે નહીં કે ભાડે આપે નહીં તે માટે કોર્ટમાં દાવો કર્યો હતો અને તેમાં જીત મેળવી હતી. ત્યારબાદ અખબારમાં જાહેર નોટીસ પણ આપીને ઉક્ત મકાન કોઈએ ભાડેથી લેવું નહીં કે ખરીદવું નહી તેમ છતાં પણ જયે આ મકાન બેડવા ખાતે રહેતા દિનેશભાઈ ચંદુભાઈ પટેલને વેચી માર્યું હતુ. દાવામાં જીત થતાં જ મીનાબેન વિવેકાનંદ કોલોની સ્થીત જયગણેશ બંગલાએ જતાં જ ત્યાં હાજર દિનેશભાઈ ચંદુભાઈ પટેલ, મનિષાબેન દિનેશભાઈ પટેલ તથા રૂપલબેન કેતનભાઈ પટેલ ત્યાં હાજર હતા. જેથી આ મકાન મારું છે તમે કેમ રહો છો તેમ કહેતાં જ તેઓએ આ મકાન વેચાણ દસ્તાવેજથી રાખ્યું હોવાનુ ંજણાવીને તકરાર કરી હતી. જે અંગ આણંદ શહેર પોલીસ મથકે અરજી પણ આપી હતી. 

 

(5:32 pm IST)