Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કઠલાલમાં શાળામાં મહિલાને વિશ્વાસમાં લઇ ગઠિયાએ એટીએમ કાર્ડ બદલી 3.80 લાખની રોકડની ઉઠાંતરી કરી

કઠલાલ:હાઈસ્કૂલમાં પટાવાળાની નોકરી કરતી મહિલાને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી લઈ અજાણ્યો ગઠીયો જુદા-જુદા એટીએમમાંથી રૂા. ૩.૮૦ લાખની રોકડ ઉપાડીને ફરાર થઈ જતાં અજાણ્યા ગઠીયા સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ જય મહારાજ સોસાયટીમાં રહેતા સુશીલાબેન રાવજીભાઈ મહીડા કઠલાલ હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૮-૧૨-૨૦૧૮ના રોજ સુશીલાબેન કઠલાલમાં આવેલ એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને મહિલાનું એટીએમ કાર્ડ લઈ તેનો પાસવર્ડ જાણી પૈસા ઉપાડી આપ્યા હતા. આ અજાણ્યા ગઠીયાએ મહિલાને વિશ્વાસમાં લઈ એટીએમનો પાસવર્ડ મેળવી લઈ એટીએમ કાર્ડ બદલી લીધું હતું. બાદમાં આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરી જુદા-જુદા સમયે અને જુદા-જુદા સ્થળે એટીએમમાંથી કુલ રૂા. ૩,૭૯,૮૦૦ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. 

આ બનાવ અંગે સુશીલાબેન રાવજીભાઈ મહિડાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:31 pm IST)
  • આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા નાસભાગ મચી ગઈ હતી. યુવાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતુ. જેથી ઉત્તરાયણનો પર્વ શોકમાં ફેરવાયો હતો access_time 12:48 pm IST

  • ધોનીની સિક્સર સાથે ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય : છેલ્લા 6 બોલમાં 7 રનની જરૂર હતી ત્યાર પહેલા બોલે જ સિક્સર ફટકારી : વિરાટ કોહલીની સદી અને ધોનીની અડધી સદી સાથે જીત મેળવી access_time 5:41 pm IST

  • અફઘનિસ્તાનની રાજધાની કાબુલ પાસે થયો પ્રચંડ કાર બોંબ વિસ્ફોટ : વિદેશી NGOના બેઝ વિસ્તાર ગ્રીન વિલેજને નિશાન બનાવીને કરાયો હતો બૉમ્બ વિસ્ફોટ : 4 લોકોના મોત : 10 બાળકો સહિત 40 લોકોને પહોંચી ગંભીર ઈજાઓ access_time 11:13 pm IST