Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મહુધા તાલુકાના નાની ખડોલમાં નજીવી બાબતે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: બેને ગંભીર ઇજા

મહુધા: તાલુકાના નાની ખડોલમાં રહેતા સમીર નબીમીયાં મલેક દાદીને સાથે લઈ પીઠાઈ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં મળેલ મીરૂમીયાં હુશેનમીયાં મલેકે સમીરને કહેલ કે તું મારી દીકરીને કેમ હેરાન કરે છે. કહી ઉશ્કેરાઈ જઈ સમીરને બરડામાં પાવડાનો દસ્તો માર્યો હતો. 

જ્યારે લતીફમીયાં કરીમમીયાં મલેકે લાકડાનો દંડો મારી ઈજા કરી હતી. આ ઝઘડામાં કાલુમીયાં મીરૂમીયાંએ બબનબેનને જમણા પગના સાથળ ઉપર લાકડાનો દંડો મારી ઈજા કરી હતી. 

આ બનાવ અંગે સમીર નબીમીયાં મલેકની ફરિયાદ આધારે મહુધા પોલીસે મીરૂમીયાં હુશેનમીયાં, લતીફમીયાં કરીમમીયાં તથા કાલુમીયાં મીરૂમીયાં મલેક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે વહીદાબેન મીરૂમીયાં મલેકે સમીર મલેક સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે યુવતી ખેતરમાંથી આવતી હતી ત્યારે સમીરે રસ્તામાં ઊભી રાખી તારે બીજ ે લગ્ન કરવાના નથી. બીજે લગ્ન કરીશ તો જાનથી મારી નાખીશ. તને જીવતી નહીં રહેવા દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વહીદાબેન મીરૂમીયાં મલેકની ફરિયાદ આધારે મહુધા પોલીસે સમીરમીયાં નબીમીયાં મલેક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:30 pm IST)