Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત યુવકે ઝેરી દવા પીધી : સારવારમાં મોત

ન્યાયની માંગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર

રાજકોટ તા. ૧૫ : સુરતમાં વ્યાજખોરના ત્રાસથી ત્રસ્ત એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયેલ. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

નાનપુરાના ૩૫ વર્ષિય રજનીકાંત રતિલાલ ટોપીવાલાએ નાનપુરાના વ્યાજખોર હિમેન વસંત કહાર પાસેથી ૭૦ હજાર રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોર હિમેન કહારે બે મહિના બાદ જ ૧૦ ટકા વ્યાજ કરી દીધું. રજનીકાંત સમયસર દર મહિને ૧૦ હજાર વ્યાજ ભરતો હતો. રજનીકાંત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોઇ મુદ્દલ પરત કરવા માટે તેણે દર મહિને હપ્તો કરી આપવાની માંગણી કરી હતી. જો કે તેના બદલમાં વ્યાજખોરે ૨ લાખ રૂપિયાની માંગણી કરી. ગઇકાલે ૧૬ હજાર રૂપિયા માંગ્યા અને નહીં આપે તો ઘરે આવીને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી રજનીકાંત ગભરાઇ ગયોને ઝેર પી લીધું હતું.

(3:15 pm IST)