Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુરતીલાલાઓનું ઇન્ટરનેશલ એરપોર્ટનું સપનુ પૂર્ણ

૩૦મીએ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ : સુરતથી શારજાહની પ્રથમ ફલાઇટને લીલીઝંડી અપાશે

રાજકોટ તા. ૧૫ : વાઇબ્રન્ટ ગુજરાતમાં હીરાનગરી સુરતની સિધ્ધીમાં વધુ એક સુવર્ણપીંછ ઉમેરાયું છે. સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું લાંબાસમયની રાહ જોતા સુરતીલાલાઓને ૩૦મી જાન્યુ.થી આ સુવિધા ઉપલબ્ધ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એરપોર્ટનું લોકાર્પણ અને સુરતની શારજાહની પ્રથમ ઉડાનને લીલીઝંડી આપવામાં આવશે.

સુરતના લોકો વર્ષોથી જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી તે ઇન્ટરનેશનલ એરપોર્ટનુંઙ્ગ સપનું ૩૦મીએ પુરૂ થશે . ૩૦ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુરત ઇન્ટરનેશનલઙ્ગ એરપોર્ટનું લોકાપર્ણ કરશે. સુરત શારજાહની પહેલી ફલાઇટને લીલીઝંડી આપશે. સુરતને ઇન્ટરનેશલ એરપોર્ટઙ્ગ શરૂ કરાવવા અને ઇટરનેશનેશનલ ફલાઇટ ચાલુ કરાવવામાં સુરતના સાંસદ સી. આર. પાટીલની મહેનત ફળી છે. વડાપ્રધાન મોદીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાપર્ણ અને ફલાઇટ શરૂ કરવા માટે મંજૂરી આપી છે. સુરતના લાખો લોકોને ઇન્ટરનેશલ એરપોર્ટનો ફાયદો થશે. પહેલી ફલાઇટ સુરત શારજાહ અને ઓગસ્ટમાં સુરત બેંગકોકની ફલાઇટ શરૂ કરવામાં આવશે.ડોમેસ્ટીક ફલાઇટ પણઙ્ગ નવી કનેકિટવિટી માટે એરલાઇન્સો રસ લઇ રહી છે.

આગામી એક જ સપ્તાહમાં સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ કિલયરન્સ માટેની સુવિધા શરૂ કરવા માટેનું નોટિફિકેશન બહાર પડી જશે.  હાલમાં સુરત એરપોર્ટનો રન વે ૨૯૦૫ મીટરનો થઈ ગયો હોવાથી ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટાન્ડર્ડ પણ જળવાઈ જતા હોવાથી એર ઇન્ડિયા ઉપરાંત સ્પાઇસ જેટ અને એર એશિયા તરફથી પણ સુરતથી ઓપરેશન શરુ કરવાની તૈયારી દર્શાવી છે. સુરતથી આગામી ઓગસ્ટ મહિનાથી બેંગકોક, દુબઈ અને શારજાહની સીધી સેવા ચાલુ કરી દેવામાં આવે તેવી શકયતા છે.

તેમાં ૧ કરોડ રૂપિયાના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગને લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફેસિલિટીને લાયક બનાવવા મોડિફાય કરાઈ રહ્યું છે. હાલના રન-વેને રૂ.૭૨.૧૪ કરોડના ખર્ચે રિ-કાર્પેટિંગ કરાયો છે. ૧૦.૩૭ કરોડના ખર્ચે કાર્ગો ટર્મિનલ કોમ્પલેકસ ઊભુ કરાઈ રહ્યું છે, જે ઓગસ્ટ-૨૦૧૮ સુધીમાં પુરુ થઈ જશે.

૨૩૧ કરોડના ખર્ચે હાલના ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ કરવાનું વિચારાયુ છે, વિસ્તરણથી ટર્મિનલ ૧૭૦૪૬ ચોરસમીટરથી વધીને ૨૫૫૨૦ ચોરસમીટર ક્ષેત્રફળનું થશે. ટર્મિનલની કેપેસિટી વર્ષે ૨૬ લાખ લોકોની અવરજવર થઈ શકે તેટલી રહેશે. ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં વધારાના ૧૦ વિમાનના પાર્કિંગ સ્ટેન્ડ માટે એપ્રન અને ટેકસી ટ્રેક બનાવાશે.

(3:15 pm IST)