Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ધોળકા-ખેડા હાઇવે પર રામપુરા પાસે પતંગના દોરાથી ગળું ચિરાઈ જતા બાઈક સવાર યુવાનનું કરૂણમોત : અન્યને ઇજા

ખેડાના પાલ્લા ગામના બે યુવાનો બાઈક પર ધોળકામાં ઊંધિયું લેવા જતા હતા

અમદાવાદ જિલ્લાના ધોળકા – ખેડા હાઈવે પર બાઇક પર જતા યુવાનનો પતંગની દોરીએ જીવ લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ ખેડાના પાલ્લા ગામના બે યુવાનો બાઇક લઇ ધોળકા ઉંધીયુ લેવા જઈ રહ્યા હતા તે દરમ્યાન રામપુર ગામ પાસે પસાર થતા હતા ત્યારે પતંગની દોરી ગળામાં ભરાતા બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને પતંગની દોરી ગળામાં ભરાતા યુવાનનું ગળું ચીરાઈ ગયું હતુ. યુવાનનું ઘટનાસ્થળે જ મોત થઈ જતા તાત્કાલિક 108 બોલાવાઈ હતી. જ્યારે કે ઘાયલ અન્ય એક યુવાનને સારવાર આપવામાં આવી હતી.

(12:45 pm IST)