Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

થરાદ પોલીસે કિયાલની સીમના ખેતરમાં બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બનાસકાંઠાના થરાદ પોલીસે કિયાલની સીમના એક ખેતરમાં બોલેરો પીકઅપ ગાડીઅમથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચહેરા

  બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.ડી.ચૌધરી થરાદ વિભાગઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ જે અંતર્ગત પો.ઇન્સ, જે.બી.આચાર્ય તથા એ.એસ.આઇ. પ્રતાપસીંગ દેવાજી બ.નં.૧૬૧૯ તથા અ.હેઙ.કોન્સ મહેશભાઇ સવદાસભાઇ બ.નં. ૮૯૫ તથા અ.હેઙ.કોન્સ. જયેશભાઇ સવજીભાઇ બ.નં.૧૫૬૫ તથા પ્રવિણભાઇ નારણાજી અ.પો.કોન્સ. બ.નં.૧૪૧૬ વિગેરે થરાદ પોલીસ સ્ટાફ સાથે થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પ્રેટ્રોલીંગમા હતા

  દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કિયાલ ગામની સીમમાં રહેતા કિર્તીજી ગોવાજી ઠાકોર રહે.કિયાલ તા.થરાદવાળા એ કબ્જા ભોગવટાના ખેતરમાં બોલેરો પીક અપ ગાડી નં.જીજે.૦૮. એયુ.૧૯૯૦માં ખાલી કેરેટ નિચેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ- ૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦ નો ગે.કા. નો મળી આવતાં બોલેરો પીક અપ ગાડી કી.રૂ ૩,૦૦,૦૦૦ તથા ૫૦ ખાલી કેરેટ સાથે મળી કુલ ૩,૮૬,૯૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે આરોપી વિરૂધ્ધ પ્રોહી એકટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

 

(12:11 pm IST)