Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમિત શાહની પતંગબાજીની મજા બગાડી BJP ના જ કાર્યકરોએ

અગાસીની હાલત પેલી કહેવત 'સાંકડી મઢી ને બાવાં ઝાઝાં' જેવી થઇ ગઇ હતી

અગાઉથી નિશ્ચિત કરીને ગઇકાલે ખાસ ઉતરાણ માટે અમદાવાદ આવેલા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બરાબર પતંગબાજી કરવા મળી નહોતી. અમિત શાહને પતંગબાજીનો ખૂબ શોખ છે અને ગુજરાતથી દૂર રહ્યા પછી તે અચૂક પ્રયાસ કરે છે કે ઉતરાણ સમયે અમદાવાદ આવી શકે. જો કે ગઇ કાલે તેમનો અમદાવાદનો આ વખતનો ફેરો ફોગટ રહ્યો હતો. બન્યું એવું હતું કે અમિત શાહ પતંગબાજી કરવા માટે નવા વાડજ વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કમાં પહોંચ્યા ત્યારે તેઓ આવે એ પહેલાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો આવી ગયા હોવાથી અગાસીની હાલત પેલી કહેવત'સાંકડી મઢીને બાવાં ઝાઝાં' જેવી થઇ ગઇ હતી.

અમિતભાઇ માટે પતંગ પહેલેથી ચગાવી રાખવામાં આવી હતી, જે તેમણે હાથમાં લીધે કે તરત જ ગુજરાત બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણીએ ફીરકીનો કબજો હાથમાં લઇ લીધો, પણ પતંગ ચગાવવા માટે અમિતભાઇને તેમની આજુબાજુમાં જેટલી ખુલ્લી જગ્યાઓ જોઇએ એ તેમની મળતી નહોતી એટલે રોકડી દોઢ મિનિટમાં તેમણે પતંગ બીજા કોઇને પકડાવી દેવી પડી હતી.(૧.૨)

(3:25 pm IST)