Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની ફિરકી ઝાલી ગુજરાત ભાજપ પ્રમુખ વાધાણીએઃ અમદાવાદમાં મરકસંક્રાંતિની ઉજવણી કરતા અમિતભાઇઃ લોકોને પાઠવી પર્વની શુભેચ્છા

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે મકરસંક્રાંતિની ઉજવણી અમદાવાદ ખાતે નારણપુરામાં કાર્યકરો સાથે કરી હતી. આ રંગબેરંગી પતંગ પર્વે રાષ્ટ્રીય પ્રમુખની ફિરકી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીએ પકડી હતી. જાણે વાધાણી કરી રહ્યા હોય ૨૦૧૯ લોકસભાની જીત માટે જેમ ફિરકીમાંથી દોરાની ઢીલ દેવાય તેવી જ રીતે ગુજરાતનો કાર્યકર મહેનતમાં પાછળ નહી રહે. અમિતભાઇએ લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી.

(8:35 pm IST)