Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જીજ્ઞેશ મેવાણીની આગાસીમાં હાર્દિક પટેલે ઉડાવી પતંગ

બંને સાથે મળીને ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી તેમજ ગુંડાગર્દીની પતંગ કાપી છે:મેવાણી

 

અમદાવાદ:આજે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારને રાજ્યભરમાં ઉત્સાહભેર મનાવાયો હતો નાના ભૂલકાઓ, યુવાનોથી લઈ તમામ લોકો દ્વારા ભારે ઉલ્લાસથી મનાવ્યો હતો .

  બીજી બાજુ રાજકીય નેતાઓ તેમજ બીજા મહાનુભાવો દ્વારા પણ તહેવારને મનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન વડગામના ધારસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ પતંગ ઉડાવવાની મજા માણી હતી

  હાર્દિક પટેલે જીગ્નેશ મેવાણીના ઘરે પતંગ ઉડાવી હતી. અંગે જણાવતા મેવાણીએ કહ્યું હતું કે, "અમે બંને સાથે મળીને ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી તેમજ ગુંડાગર્દીની પતંગ કાપી છે".

  તેઓએ વધુમાં જણાવ્યું, "ગુજરાતમાં અમારી બંનેની દોસ્તી એક ભાઈચારાની નિશાની છે. સામાજિક ન્યાયની લડત અને લડી રહ્યા છે, પરંતુ ગુજરાતની જનતા અને દેશના હિતમાં અમે સાથે છીએ".

(11:23 pm IST)