Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગુજરાત સરકાર મનફાવે તેવી ફી વસુલતી શાળા વિરુદ્ધ કાયદાનું શસ્ત્ર ઉગાવે:સુપ્રીમ કોર્ટનો આદેશ

FRC મામલે વિવાદ બાદ ફી નિયમન મુદ્દે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

 

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે ફી નિયમન મામલે રાજ્ય સરકારને મહત્વના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, FRC જે ફી નક્કી કરેલી તે પ્રમાણે ફી લેવામાં આવે અને ગુજરાત સરકાર મનફાવે તેવી ફી લેનાર વિરૂદ્ધ કાયદાનું શસ્ત્ર ઉઠાવી શકે છે.

 FRC મામલે થયેલા વિવાદ બાદ સુપ્રીમ કોર્ટે ફી નિયમન મામલે મહત્વની ટિપ્પણી કરી છે. વાલી મંડળનો આક્ષેપ છે કે, એફઆરસી કેટલીક શાળાઓને મનફાવે તેવી ફી વસુલવાની છૂટ આપી રહી છે. સરકારે ફી નિયમન માટે એફઆરસી બનાવી છે પરંતુ એફઆરસી શાળા સંચાલકોના હિતમાં નિર્ણય કરતી હોવાનો આરોપ લગાવવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને મનફાવે તેવી ફી વસૂલી રહેલી શાળાઓ વિરૂદ્ધ કાયદાકીય પગલા ભરવાની છૂટ આપી છે.

 

(9:36 pm IST)