Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડનું આક્રમણ: ખેતરોમાં તીડના ઝુંડે-ઝુંડ: ખેડૂતો ત્રાહીમામ

ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી વિભાગને જાણ કરી: દવાનો છંટકાવ કરવા માટેની કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરીથી તીડનો આતંક જોવા મળ્યો છે. તીડના ઝુંડના આક્રમણથી પુરા પંથકના ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. વાવના મીઠાવી ચારણ ગામના ખેતરોમાં તીડના ઝુંડે ઝુંડ જોવા મળતા સ્થાનિક ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી વિભાગને જાણ કરી હતી.

   બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે, જેમાં બે દિવસ અગાઉ કમોસમી માવઠા બાદ ફરી આજે સરહદી વિસ્તાર વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ખેતરોમાં તીડનું આક્રમણ થતાં ખેડૂતો ભયભીત બની ગયા છે.

   સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી,આ બનાવની જાણ થતાં જ વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ તીડ પર દવાઓનો છંટકાવ કરવા માટે તંત્રને જાણ કરતાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ મામલે કેન્દ્ર સરકારને જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે અલગ અલગ ટીમો બનાવી તીડ પર દવાનો છંટકાવ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

(11:50 pm IST)