Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સલામત સવારી,એસટી અમારી: સરકારી બસોમાં દારૂની હેરાફેરી: ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

પાટણ માલેગાંવ રૂટની બસનો ડ્રાઈવર વિદેશી દારૂ સાથે ઝડપાયો

પાટણ : રાજ્યમાં અવનવી તરકીબથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પાટણ માલેગાંવ રૂટની બસનો ડ્રાઈવર વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. બાતમીના આધારે પોલીસે રેડ પાડતા બસચાલક વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમી મળી હતી કે પાટણ એસટી ડિવિઝનની બસ જે પાટણ માલેગાંવ રૂટ પર ચાલે છે તેનો ડ્રાઈવર ફરજ દરમિયાન વિદેશી દારૂની હેરફેર કરે છે. જેને પગલે પોલીસે રેડ પાડતા ડ્રાઈવર વિદેશી દારૂ સાથે ઝડપાઇ ગયો હતો 

(11:02 pm IST)