Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ચુડાની ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેક ડેમના મરામત માટે 1.54 કરોડ ફાળવતા મુખ્યમંત્રી રૂપાણી

નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નૂકશાનની મરામતના કામો કરાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સુજલામ સુફલામ યોજના અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે 1 કરોડ 54 લાખ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય વિજયભાઈ  રૂપાણીએ સમઢીયાળા ચેકડેમ માટે . 51.32 લાખ, જૂની મોરવડ ચેકડેમ માટે  53.06 લાખ તેમજ નવી મોરવડ ચેકડેમ માટે  50.09 લાખ મરામત કામોના ફાળવ્યા છે.

  આ ત્રણેય ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ 2005-06માં ભોગાવો નદી ઉપર નિર્માણ પામેલા છે. 2017ના વર્ષમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ ચેકડેમને નુકશાન થતાં રાજ્ય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને મુખ્યમંત્રીએ અનુમતિ આપી છે

  સમઢીયાળા ચેકડેમમાં બેય કાંઠાઓની વિંગવોલ, ડાબી બાજુની એબટમેન્ટ વોલ, બોડીવોલ તેમજ પૂરેપૂરી લંબાઇના એપ્રોન કામની મરામત થશે. જૂની મોરવાડ ચેકડેમમાં બેય કાંઠાની વિંગવોલ, એપ્રોન તેમજ ચેકડેમ બોડીવોલ નીચેથી લીકેજ તેમજ પાઇપીંગ મરામતના કામો હાથ ધરાશે. નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નૂકશાનની મરામતના કામો કરવામાં આવશે.

(10:25 pm IST)