Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

દીવની પ્રખ્યાત નાયડા ગુફાનો કેટલોક ભાગ ધરાસાયી : પ્રવાસીઓ અટવાયા

દિવ કલેકટર સ્થળની મુલાકાત લઈ વિગત મેળવી

કેન્દ્રશાસીત પ્રદેશ દિવમાં આવેલ પ્રખ્યાત નાયડા ગૂફાનો કેટલોક ભાગ ધરાશાઈ થઈ ગયો હતો. રાત્રીના સમયે ગુફામાં અમુકભાગ નીચે પડતા મોટી જાનહાની ટળી હતી. ત્યારે હાલ પ્રવાસીઓને ગુફામાં જતા અટકાવાઈ રહ્યા છે. કારણકે દિવસ દરમિયાન ટુરીસ્ટો અહી ફરવા માટે આવે છે અને હાલ ડીસેમ્બર મહીનો ચાલી રહ્યો છે.જેથી નાતાલ વેકેશન પહેલાથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ તરફ આવી રહ્યા છે

 . દિવ કલેકટર સ્થળની મુલાકાત લઈ વિગત મેળવી હતી. હાલ આ ગુફામાં ટુરિસ્ટો માટે પ્રવેશ અટકાવાયો હતો. પોર્ટુગીઝ સમયે દિવના વિખ્યાત કિલ્લાનાં નિર્માણ માટે જે જગ્યાએથી પથ્થરો કાઢીને કિલ્લાનાં બાંધકામ માટે વપરાયા હતા.તે જગ્યાએ કૃત્રિમ ગુફા બની હતી. આ ગુફાને નાયડાની ગુફા તરીકે ઓળખવામાં આવે છે.

(9:54 pm IST)