Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ગુજરાત : કાતિલ ઠંડીનું મોજુ ફેલાયું : નલિયામાં ૧૦ ડિગ્રી

ડિસા,ગાંધીનગર, કંડલામાં સૌથી વધુ ઠંડી : અમદાવાદમાં પણ પારો ગગડીને ૧૩.૩ : રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૩થી નીચે પહોંચતા જનજીવન ઠપ થયું

અમદાવાદ, તા.૧૪ : ગુજરાતમાં આજે સતત તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. નલીયામાં પારો ગગડીને ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.  ડિસામાં ૧૧.૦૬, કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી રહ્યું છે. આજે એકાએક ઠંડી વધી હતી. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન ૧૩.૩ ડિગ્રી રહ્યું છે.  નલિયામાં પારો આજે વધુ ગગડીને ૧૦ સુધી નીચે પહોંચી ગયો હતો જ્યારે કંડલા એરપોર્ટ ખાતે પણ લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું હતું.  આજે ડિસામાં ૧૧.૬, ગાંધીનગરમાં ૧૩.૨,મહુવામાં ૧૬.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૩.૩ ડિગ્રી રહ્યું હતું. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવ ફરી વળે તેવી શક્યતા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે.

               વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે.  હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા  ફેરફારની સ્થિતિ રહેશે.  તબીબો પાસે ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ પણ બે ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે.

ક્યાં કેટલું તાપમાન.....

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૩.૩

ડિસા

૧૧.૬

ગાંધીનગર

૧૩.૨

વડોદરા

૧૪.૪

સુરત

૧૮

વલસાડ

૧૬.૬

પોરબંદર

૧૬.૪

રાજકોટ

૧૫.૩

સુરેન્દ્રનગર

૧૪.૫

મહુવા

૧૬.૧

ભુજ

૧૩.૪

નલિયા

૧૦

કંડલા પોર્ટ

૧૫.૨

કંડલા એરપોર્ટ

૧૨

(9:40 pm IST)