Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

એબ્સોલ્યુટ બાર્બેક્યુસનું બાળકો દ્વારા ઉદ્ઘાટન

વિશ ગ્રિલ રેસ્ટોરન્ટનો પ્રારંભ

અમદાવાદ, તા. ૧૪ : સમાજના જરૂરિયાતમંદ બાળકો અને લોકો માટે શિક્ષણ, રોજગાર સહિતના મુદ્દે કાર્યરત સામાજિક સંસ્થા જીવનતીર્થ ફાઉન્ડેશનના બાળકો દ્વારા આજે ઇસ્કોન ચાર રસ્તા પાસે અગ્રણી બાર્બેક્યુ રેસ્ટોરાં ચેઈન, એબ્સોલ્યુટ બાર્બેક્યુસ (એબી) રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એબ્સોલ્યુટ બાર્બેકયુસના સંચાલકો દ્વારા જીવનતીર્થ ફાઉન્ડેશનના બાળકોને ભરપેટ મનભાવતુ ભોજન કરાવી પ્રોત્સાહિત કરી અનોખી સામાજિક પ્રેરણા પૂરી પડાઇ હતી. એબ્સોલ્યુટ બાર્બેક્યુસ દ્વારા અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર વિશ ગ્રિલ કન્સેપ્ટ પર રેસ્ટોરન્ટનો આજે પ્રારંભ કરાયો ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે આશિષ રાય (ઓપરેશન્સ હેડ ઈન્ડિયા, એબ્સોલ્યુટ બાર્બેક્યુસ), શુભમકુમાર શુક્લા (ડીજીએમ- સેલ્સ એન્ડ માર્કેટિંગ, એબ્સોલ્યૂટ બાર્બેક્યુસ) તથા રિશી ખંડુરી (ગુજરાત હેડ, એબ્સોલ્યૂટ બાર્બેક્યુસ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

           આ પ્રસંગે એબ્સોલ્યુટ બાર્બેક્યુસના માર્કેટીંગ હેડ શુભમકુમાર શુકલાએ જણાવ્યું હતું કે, એબ્સોલ્યુટ બાર્બેક્યુસ તેના અનોખા વિશ ગ્રિલ કન્સેપ્ટ માટે ખૂબ જાણીતું છે જે તેના ગ્રાહકોને ડૂ ઈટ યોર સેલ્ફ (ડીઆઈવાય) અનુભવ આપે છે. અમદાવાદ લાંબા સમયથી અમારા રડારમાં હતું કેમકે હૈદરાબાદ, બેંગલુરુ અને પૂણેથી અમારા મહેમાનો દ્વારા ગંભીરતાપૂર્વક ટ્રેડ ઈન્કવાયરી થતી હતી. અમે આખરે અમદાવાદમાં આવ્યા છીએ અને મને વિશ્વાસ છે કે વિશિષ્ટ ભોજન અને સેવાઓ દ્વારા અમે શહેરમાં ટૂંક સમયમાં જ સૌથી વધુ પસંદગી પામતા બાર્બેક્યુ રેસ્ટોરાં તરીકે ઉભરી આવીશું. એબ્સોલ્યુટ બાર્બેક્યુઝ દ્વારા અનોખો વિચાર વિશ ગ્રિલ રજૂ કરાયો છે જે ગ્રાહકની ઈચ્છા સાથે નવી સ્ટાઈલના બાર્બેક્યુસને આનંદ અને મસ્તી જોડે છે અને એ રીતે તે ડૂ ઈટ યોર સેલ્ફ કુઝિનના વિચારને પ્રોત્સાહિત કરે છે. ઉદઘાટન ઓફર તરીકે, તમે બાર્બેક્યુસ વાનગીઓ માત્ર રૂ. ૫૪૯માં માણી શકો છો. એબીસ અમદાવાદનો ફોન નં. ૭૩૩૭૩૩૬૮૩૬ પર સંપર્ક કરી પોતાનું ટેબલ બુકીંગની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. એબ્સોલ્યુટ બાર્બેક્યુસ અમદાવાદમાં ૧૬૦ મહેમાનોને બેસી શકાય એટલી ક્ષમતા ધરાવે છે.

(9:32 pm IST)