Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વડોદરાના છાણીમાં મોટર ગેરેજની આડમાં દારૂનો વેપલો કરતા બુટલેગરની ધરપકડ

ગેરેજમાં ટોયોટા કારમાંથી 47,600 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા : શહેરનાં છાણી ટીપી 13 આકાશ કોમ્પ્લેક્ષમાં સાઇનાથ મોટર નામના ગેરેજ સંચાલક રાજુ ઉર્ફે યોગેશ બાબુભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા ગેરેજની આડમાં વિદેશી દારૂનો ધંધો હોવાની ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગેરેજમાં દરોડો પાડ્યો હતો. જો કે પ્રાથમિક તપાસમાં પોલીસને કાંઇ જ મળ્યું નહોતું. પરંતુ અચાનક ગાડીઓ સામે નજર જતા જ ગાડીની ડેકી ખોલાવી હતી. ગેરેજમાં રહેલી ટોયોટા કારમાં છુપાવીને રાખેલો 47,600 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો.
  ઘટના અંગે વિગતે મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, વડોદરાનાં છાણી વિસ્તારમાં આવેલા આકાશ કોમ્પલેક્ષમાં સાંઇનાથ મોટર ગેરેજ આવેલું છે. ગેરેજનો સંચાલક યોગેશ બ્રહ્મભટ્ટ ગેરેજની આડમાં દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ સર્ચ કરતા ટોયેટા કારનાં ડેકીમાંથી છુપાવી રાખેલા 119 નંગ વિદેશી દારૂ 47,600 કિંમતનો વિદેશીદારૂ જપ્ત કર્યો છે 

(9:30 pm IST)