Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

દિલીપભાઈ સંઘાણી દંપતિ શ્રીલંકાના પ્રવાસે :વ્‍હાઈટ હાઉસ , બુદ્ધ ટેમ્‍પલ સહિતના સ્થળોની મુલાકાત લીધી

વિશિષ્‍ટ સ્‍મારકોની મૂલાકાત સાથે સ્‍મારક સાથે જોડાયેલ ઈતિહાસની જાણકારી મેળવી

અમરેલી : ભારત સાથેનાં આઘ્‍યાત્‍મિક, ઐતિહાસિક અને ભૌગોલિક સંબંધો ધરાવતો પાડોશી દેશ શ્રીલંકા ભારતીય સંસ્‍કૃતિ અને સંસ્‍કારમાં સમાનતા  હોવાનું શ્રીલંકાનાં પ્રવાસે રહેલ દિલીપભાઈ   સંઘાણીએ જણાવેલ છે,

 દિલીપભાઈ ઘાણી કોલંબો ખાતે યોજાયેલ નેટવર્ક ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ અગ્રીકલ્‍ચર કો. ઓપરેટીવ એશીયા એન્‍ડ પેસીફીક એકઝીકયુટીવ કમીટી મીટીંગ માટે હાલ શ્રીલંકાનાં પ્રવાસે છે, શ્રીલંકાનાં પ્રવાસે રહેલ સંઘાણી દંપતિએ કોલંબો ખાતે વ્‍હાઈટ હાઉસ, બુઘ્‍ધ ટેમ્‍પલ સહિત અલગ અલગ સ્‍થળો પર આવેલ વિશિષ્‍ટ સ્‍મારકોની મૂલાકાત સાથે સ્‍મારક સાથે જોડાયેલ ઈતિહાસની જાણકારી મેળવી હતી.

(8:13 pm IST)