Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વિરમગામ તાલુકા પંચાયતની ઓગણ બેઠક માટે ભાજપ ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યું

ભાજપમાંથી વિષ્ણુભાઈ ગટોરભાઇ જાદવ, કોંગ્રેસમાથી વિષ્ણુભાઈ ગેમરભાઈ જાદવ તેમજ અપક્ષ તરીકે ઘરમશીભાઇ દેવાભાઇ બાળુવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ ઓગણ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઓગાણ તાલુકા પંચાયતની પેટા ચુંટણીના ઉમેદવાર તરીકે ઓઞાણના પૂર્વ સરપંચ વિષ્ણુભાઈ જાદવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે

 . આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેશભાઇ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, પ્રમોદભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, નિલેશભાઇ ચૌહાણ, દિલીપસિંહ ધાધલ, સુરેશભાઇ પટેલ, માધુભાઇ ઠાકોર સહીતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

  આ ઉપરાંત વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ ઓગણ બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાથી વિષ્ણુભાઈ ગેમરભાઈ જાદવે ઉમેદવારી નોંધાવી છે. આ કાર્યક્રમમાં દેવેન્દ્રભાઇ સિંધવ સહીતના કોગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અપક્ષ તરીકે ઘરમશીભાઇ દેવાભાઇ બાળુવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

(7:24 pm IST)