Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ૮૬ વર્ષીય પિતાને દિકરો ન હોવાથી દિકરીઓએ કાંધ આપીઃ અગ્નિદાહ આપ્યો

અરવલ્લી : હાલમાં અરવલ્લીમાં સમાજ માટે માટે ઉદાહરણરૂપ ઘટના બની છે. અહીં એક પરિવારની દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવીને સમાજને એક નવો રસ્તો બતાવ્યો છે. અહીં ભિલોડાના નવા ભવનાથમાં દીકરીઓએ માતાના નશ્વર દેહને કાંધ આપીને અંતિમક્રિયા કરી છે. અહીં દીકરીઓને  રડતી આંખે માતાને મુખાગ્નિ આપીને તેમને વિદાય આપી હતી. અહીં દીકરીઓએ થોડા સમય પહેલાં પોતાના પિતાને કાંધ આપીને સમાજનમાં નવો ચીલો ચાતર્યો હતો.

ગણતરીના મહિનાઓ પહેલાં ભિલોડાના ભવનાથ નજીક આ દીકરીઓએ અવસાન પામેલા પિતાને કાંધ આપી હતી અને તેઓ સમાજ જીવન માટે પ્રેરણારૂપ બની હતી.

આ ઘટનાની વિગતો જઈએ તો અરવલ્લી જિલ્લાના ભિલોડાના નવા ભવનાથ ખાતે રાવલ ભવાનીશંકરનું ૮૬ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. તેમને ચાર દીકરીઓ જ હતી એવામાં પિતાને કાંધ આપવા માટે દીકરીઓએ નક્કી કર્યું અને કાંધ આપી સ્મશાનયાત્રામાં જોડાઇ હતી. ભવાનીશંકરને દિકરો ન હોવાથી દીકરીઓએ દિકરાની ફરજ નિભાવી હતી. આ વિધિ વખતે દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપતા સૌ કોઇ ભાવુક થયા હતાં.

(5:44 pm IST)
  • સોમવારે ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન : પ્રચાર પડઘમ બંધ : સોમવારે 15 સીટ માટે થશે મતદાન : 23 મહિલાઓ સહીત 221 ઉમેદવારો મેદાનમાં : 22,44,134 મહિલાઓ સહીત કુલ 47,85,009 લોકો કરશે મતાધિકારનો ઉપયોગ access_time 1:15 am IST

  • દેશની 3,62 લાખ આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા નથી : 1,59 લાખ આંગણવાડીઓમાં પાણીની અપૂરતી સુવિધા : લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વાત કહી હતી :મંત્રીએ આપેલ આંકડા મુજબ ઉત્તર પ્રદેશમાં કુલ 1,87 લાખ એટલે કે એક તૃતીયાંશ આંગણવાડી કેન્દ્રો શૌચાલયની સુવિધાથી વંચિત છે access_time 1:18 am IST

  • વડાપ્રધાન મોદીના સંસદીય કાર્યાલય સામે વેપારીઓએ કર્યું અર્ધનગ્ન પ્રદર્શન : વારાણસીમાં ઈ-કોમર્સ કંપનીઓના વિરોધમાં છૂટક વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરાયોઃ વેપારીઓએ રવીન્દ્રપુરી સ્થિત પીએમ મોદીના સંસદીય કાર્યાલય પર અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું access_time 1:11 am IST