Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ગાંધીનગરના અડાલજમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં દારૂની મહેફીલ માણતા ૧૪ ઝડપાયાઃ કેવિન પટેલની બહેનના લગ્ન હોવાથી મિત્રોને દારૂની પાર્ટી આપી ને પોલીસે ઝડપી લીધા

ગાંધીનગર : ગાંધીનગરના અડાલજમાં આવેલા ત્રિમંદિરની બાજુમાં આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં દ્દારુની મહેફિલ માણતા 14 નબીરાઓની અડાલજ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 9 દારૂની બોટલ, 14 મોબાઈલ અને 1 કાર કબજે કરી છે. આરોપી કેવિન પટેલની બહેનના લગ્ન થવાના હોવાથી તેણે મિત્રોને દારૂની પાર્ટી આપી હતી. અડાલજ પોલીસે બાતમીના આધારે રેઇડ પડી હતી.

અડાલજ પોલીસને બાતમી મળી હતી કે ત્રિમંદિર રોડ પર સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે. કેટલાક છોકરા અને છોકરીઓ ત્યાં બેઠા છે અને તેમાં કેટલાક લોકો દારૂની મહેફિલ પણ માણે છે. પોલીસે રેઇડ કરીને યુવાનોને ઝડપી લીધા હતા અને તેમની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે પકડેલા નબીરાઓના નામ

- સોહમ દેવેન્દ્રભાઈ પ્રજાપતિ ( ગાંધીનગર)

- રૂમિત હરીશભાઈ પટેલ (આંબાવાડી, અમદાવાદ)

- અર્પિત પંકજભાઈ શાહ (આંબાવાડી, અમદાવાદ)

- મીલન બળવંતભાઈ પટેલ ( ટેલીફોન એક્સચેન્જ, બોપલ )

- પાર્થ શૈલેષભાઈ પટેલ (નારણપુરા )

- સૌમીલ નરસિંહભાઈ પટેલ (અગ્રવાલ ટાવર, અમદાવાદ)

- સંકેત ભરતભાઈ પટેલ (હિમાલીયા મોલ )

- ધ્રુવ ચંદ્રકાંત પટેલ (ગુલાબટાવર, થલતેજ )

- વિશ્વજીતસિંહ જટુભા રાણા (થલતેજ )

- નકુલ પ્રવિણભાઈ પટેલ (બોડકદેવ)

- ચિરાગ સુરેશભાઈ પટેલ (ઘાટલોડીયા)

- જીગર વિરેન્દ્રભાઈ પટેલ (ઉસ્માનપુરા )

- વંદીત અરવિંદભાઈ પટેલ ( નવરંગપુરા)

- કેવીન સુનીલભાઈ પટેલ (ઘાટલોડીયા)

(5:30 pm IST)