Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સુરત જીઆઇડીસીમાં યાર્ન બનાવતી કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળતા અફડાતફડી

સુરત : સુરતના હરિયાલ જી.આઈ.ડી.સી.માં મોડી રાત્રે યાર્ન બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ હતી કે સુરત સહિત જિલ્લામાંથી પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. જોકે આગ ત્રીજા માળે હોવાથી ફાયર અધિકારીઓને આગ પર કાબૂ મેળવવામાં ભારે તકલીફ પડી રહી હતી. મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવા ફાયર અધિકારી પ્રયાસ કરતા નજરે પડ્યા હતા.

આ આગના કારણે કંપની માલિકને બહુ વધારે નુકસાન થયું છે. નોંધનીય છે કે છેલ્લા એક વરસમાં માંગરોળ-માંડવી તાલુકામાં આવેલી જી.આઈ.ડી.સી.માં સાતથી વધુ કંપનીમાં આગ લાગી ચુકી છે અને આ આગમાં કંપની માલિકોને અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

આ વિસ્તારમાં વારંવાર આ પ્રકારની ઘટનાનો સામનો કરતા સ્થાનિકો વર્ષોથી અહીં કાયમી ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે પરંતુ આ માંગ પૂરી નથી થઈ. આ કારણે જયારે પણ આ વિસ્તારમાં આગ લાગે છે ત્યારે કંપની માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે.

(5:22 pm IST)