Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પેથાપુર ચાર રસ્તા પાસે કારમાંથી દારૂ પકડાયો

ગાંધીનગર:  શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે પેથાપુર ચાર રસ્તા પાસેથી એક કારને ઝડપી પાડી હતી અને તેમાંથી મોંઘી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો પકડી રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે દારૂ અને કાર મળી કુલ .પ૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતોરાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાને તાકીદ કરી હતી જેના અનુસંધાને પીએસઆઈ વી.કે.રાઠોડ અને તેમની ટીમ પેથાપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.કેવલસિંહને બાતમી મળી હતી કે મહુડી તરફથી કાર નં.જીજે-૦૧-આરયુ-૩૨૩૬માં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહયો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને તે કાર આવતાં તેને ઉભી રાખી હતી. તપાસ કરતાં સીટોની વચ્ચે બનાવાયેલા ખાસ ખાનામાં મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની ૧૬૮ બોટલ મળી આવી હતી. પોલીસે .૩૯ લાખની વિદેશી દારૂની બોટલો સાથે રાજસ્થાન ઝાલોરના મોહનલાલ માનારામજી જાટ અને ડાલુરામ ટીકારામ જાટને ઝડપી પાડયા હતા. દારૂ કયાથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરી કુલ .પ૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

(4:54 pm IST)