Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

હિંમતનગરમાં બેકાબુ બનેલ આખડાએ આઠને ઇજા પહોંચાડી

હિંમતનગર:  મહેતાપુરા વિસ્તાર નજીક આવેલા બ્રહ્માણીનગરમાં શુક્રવારે અચાનક બેકાબુ બનેલા એક આખલાએ દોડાદોડ કરીને આઠ જણાને અડફેટે લઈ આ વિસ્તારમાં ધમાચકડી મચાવી દીધી હતી ઉપરાંત આ આખલાએ દસ ગાયોને પણ લક્ષ બનાવીને હુમલો કરી ઈજા પહોચાડતા આખરે ગાયોની સારવાર કરવવા માટે એનીમલ મોબાઈલ એમ્બ્યુલન્સની મદદ લેવી પડી હતી. તથા આઠ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા.શુક્રવારે બ૫ોરના સુમારે અચાનક બ્રહ્માણીનગરમાં એક આખલાએ દોડધામ મચાવી તોફાન કરવાનું શરૃ કરી દીધુ હતુ. જેને લઈને આ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. તો બીજી તરફ આખલાએ આઠ વ્યક્તિઓને હડફેટે લઈને ઘાયલ કર્યા હતા. ઉપરાંત આ વિસ્તારમાં ફરતી અંદાજે દસ ગાયો પર હુમલો કરતા આખલાએ જાણે કે આખા બ્રહ્માણીનગરને બાનમાં લીધુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેટલાક લોકો તો આખલાના આંતકને જોઈને ઘરોમાં પુરાઈ ગયા હતા.બીજી તરફ આ વિસ્તારમાંથી કોઈકે તરત જ એનીમલ મેડીકલ એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતા કર્મચારીઓએ આવીને તરત જ તોફાન કરી રહેલા આખલાને બેભાન કરીને સારવાર આપવાની તજવિજ હાથ ધરી હતી. પરંતુ દવાની અસર ન થતા આ આખલાને મહામહેનતે દોરડા વડે બાંધી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ વિસ્તારમાં રહેતા આઠ જણાને ઈજા થતા તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. જોકે એનીમલ મેડીકલ એમ્બ્યુલન્સના સ્ટાફે ઈજાગ્રસ્ત દસ ગાયોને પણ સારવાર આપવાની પ્રક્રિયા કરી હતી. મળતી માહીતી મુજબ બ્રહ્માણીનગરમાં આખલાએ આંતક મચાવતા સીતાબેન ફુલાભાઈ રબારી (ઉ.વ 40), ગુડ્ડીબેન કરણસિંહ પરમાર તથા રેખાબેન રમેશભાઈ પ્રજાપતિ (ઉ.વ 7) ને વધુ ઈજા થતા તરત જ હિંમતનગરના ખાનગી ઓર્થોપેડીક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

(4:53 pm IST)