Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમદાવાદના કુબેનગરમાં ગટરનું પાણી બહાર નીકળતા રહીશોમાં રોષ

અમદાવાદ:  કુબેરનગર વોર્ડમાં બંગલા એરિયામાં મુખ્ય માર્ગ પર છેલ્લા દશેક દિવસથી ગટરોના પાણી ફરી વળતા રહીશો પરેશાન થઇ ગયા છે. રહીશો દ્વારા મ્યુનિ.અધિકારીઓ-કોર્પોરેટરોને રજૂઆતો કરાઇ હોવા છતાંય સમસ્યાના નિવારણમાં તેઓ ઉણા ઉતર્યા હોવાની  લાગણી વચ્ચે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અસહ્ય દુર્ગંધ, માખી-મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકી વચ્ચે અનેક સોસાયટીના રહીશો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છેબંગલા એરિયામાં ચમનપાર્ક, અમુલપાર્ક, શાંતિદર્શન ફ્લેટ, સાઇબાબા ફ્લેટ, કે.કે.પાર્ક સહિતની સોસાયટીઓના રહીશો ઉભરાતી ગટરોથી પરેશાની ભોગવી રહ્યા છે. રહીશોના જણાવ્યા મુજબ વોર્ડના મુખ્ય માર્ગ પરની ગટરોના પાણી રોડ પર ફરી વળ્યા હોવાથી લોકોને અવર-જવરમાં હાલાકી વેઠવી પડી રહી છે. રોડ પર શાકમાર્કેટ, નાસ્તાની દુકાનો-લારીઓ સહિતનો ખાણીપીણી વિસ્તાર આવેલો છે. બાજુમાં સ્કૂલ પણ આવેલી છેરોડ પર ઠેકઠેકાણે ઇટોે મુકીને લોકોએ અવર-જવર કરવાની નોબત આવી છે. જેના કારણે પાણી અને મચ્છરજન્ય રોગાચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. મામલે રજૂઆત બાદ ઝોનના હેલ્થ ઓફિસર અને આસિ.મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમ છતાંય તેઓ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું રહીશોનું કહેવું છે.નોંધપાત્ર છેકે કુબેરનગર આઇટીઆઇથી માંડીને નરોડા ગેલેક્સી સિનેમાની પાછળ અગાઉ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડયું હતું. જેના કારણે દિવસો સુધી સમગ્ર પટ્ટામાં રોડ પર તેમજ સોસાયટીઓમાં ગટરોના પાણી બેક મારતા લોકોએ નર્કાગારની સ્થિતિમાં રહેવાની ફરજ પડી હતી. સમસ્યાનો હજુ પુરેપુરો ઉકેલ આવ્યો નથી.તેવામા ંબંગલા એરિયામાં ગટરો બેક મારવાની સમસ્યાએ લોકોની હાલાકી વધારી દીધી છે. સ્માર્ટસિટીના બણગા વચ્ચે કોર્પોરેટરો અને અધિકારીઓને વોર્ડના પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોવાની લાગણી રહીશો અનુભવી રહ્યા છે.

(4:49 pm IST)