Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સામરખા ગામના દંપતીને ડાકોર રસ્તા પર અકસ્માત નડ્યો

આણંદ: તાલુકાના સામરખા ગામે રહેતા મનુભાઈ છોટાભાઈ ચૌહાણ ગઈકાલે બપોરના સુમારે પોતાના બાઈક પર પત્ની કૈલાશબેનને બેસાડીને ડાકોર મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા. અઢી વાગ્યાના સુમારે લીંગડા નહેર પરથી પસાર થતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈક નંબર જીજે-૦૭, સીઆર-૪૭૧૮એ ટક્કર મારતાં મનુભાઈ અને કૈલાશબેને રોડ પર પટકાયા હતા જેમાં કૈલાશબેનને થાપા અને માથામાં ઈજાઓ થતાં તેણીને તુરંત ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે આણંદ નગરપાલિકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અંગે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા બાઈકના ચાલક વિરૂધ્ધ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(4:50 pm IST)