Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ન્‍યૂ યર ઉજવવા ગુજરાતીઓ માટે ગોવા ફેવરિટ ડેસ્‍ટિનેશન

નજીકનાં સ્‍થળોમાં દીવ-દમણ અને અલીબાગ પણ પસંદગીનાં સ્‍થળ

અમદાવાદ તા. ૧૪: નવા વર્ષની ઉજવણી માટે ગુજરાતીઓનું હોટ ફેવરિટ ડેસ્‍ટિનેશન ગોવા છે, જેના કારણે અત્‍યારથી જ ગોવા જનારો વર્ગ વધુ હોવાથી ગોવા તરફ જતી ફલાઇટનાં ભાડાં ૪૦ હજાર સુધી પહોંચ્‍યા છે, જેઓને આટલાં મોઘાં બજેટ ફાળવવાનું પોસાય તેમ નથી. તેઓ દીવ-દમણ અને માઉન્‍ટ આબુ પર પસંદગી ઉતારે છે. આ જગ્‍યાઓએ ખાનગી વાહન વ્‍યવસ્‍થા સરળ હોવાના કારણે અત્‍યાર સુધીમાં હોટલોનાં બુકિંગ ફૂલ થવાની તૈયારીમાં છે.

ટૂર ઓપરેટર્સના અંદાજ મુજબ ૧પ હજાર લોકો શહેર બહાર ક્રિસમસ કરવા જઇ રહ્યા છે, જેમાં ગોવા અને અલીબાગ પણ ફેવરિટ જગ્‍યા છે. અમદાવાદથી આબુ, ઉદયપુર, મુંબઇ માટે જનારા લોકોની સંખ્‍યા પણ વધારે હોય છે.

ટ્રાવેલ્‍સ દ્વારા એડવાન્‍સ બુકિંગ શરૂ થઇ ગયાં છે. ગોવા માટે ટ્રેનનાં બુકિંગ હાઉસફુલ છે. અંદાજે ૧ર જેટલી ટ્રેન ગોવા જવા માટે મળે છે, જે રપ તારીખ અગાઉથી જ બુકિંગ ફુલ બતાવે છે. મુંબઇ-પુણે રોડ ઉપર આવેલું અલીબાગ નવા ડેસ્‍ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. લોનાવાલાના બદલે લોકો અલીબાગ જવાનું વધુ પસંદ કરે છે. અંદાજે મુંબઇથી ૬૦ કિ.મી. દૂર આવેલું આ સ્‍થળ સુંદર દરિયાના પગલે લોકપ્રિય છે. ત્‍યાં ભાડે મળતા બંગલા અને વિલા ઓનલાઇન બુક થઇ રહ્યાં છે. ત્‍યાં ભાડે મળતા બંગલા અને વિલા ઓનલાઇન બુક થઇ રહ્યાં છે. હાલમાં ક્રિસમસ સમયે ફલાઇટ ફેર રાઉન્‍ડ ટ્રિપ અમદાવાદથી ગોવા માટે રૂા. ૪૦ હજારથી ગોવા માટે રૂા. ૪૦ હજાર સુધી પહોંચ્‍યું છે, જે હજુ વધવાની શકયતા છે, જોકે ગોવાની ક્રિસમસ ઉજવણીનો માહોલ અલગ પ્રકારનો રહે છે. તેથી ગોવા ‘હોટ ડસ્‍ટિનેશન' છે.

(4:17 pm IST)