Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમદાવાદ- સુરતમાં બનશે નવા ૧૫ બ્રિજ : ૭૨૫ કરોડનો ખર્ચ

રાજય સરકાર ૧૦ ટકા પ્રમાણે ૭૨ કરોડ ફાળવશેઃ અમદાવાદમાં ૭ ઓવરબ્રિજ તથા સુરતમાં ૮ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ

ગાંધીનગર,તા.૧૪: અમદાવાદ અને સુરત શહેરમાં દિવસે દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્‍યાને હળવી કરવા માટે હવે નવા ફ્‌લાય ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. અમદાવાદમાં નવા સાત ફ્‌લાય ઓવર બનાવવા માટે ૩૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જયોર સુરતમાં આઠ ઓવરબ્રિજ અને રેલ્‍વે અંડરબ્રિજ ૩૯૦ કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીઓ અમદાવાદમાં ૩૩૫ કરોડ રૂપિયાના બજેટના ૧૦ ટકા પ્રમાણે ૩૩.૫ કરોડ રૂપિયા અને સુરતમાં ૩૯૦ કરોડનાં બજેટનાં ૧૦ ટકા લેખે રૂા.૩૯ કરોડ આ વર્ષે ફાળવશે.

અમદાવામાં ૭ બ્રિજ બનશે

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનાના ભાગરૂપે અમદાવાદ મહાનગરમાં સાત નવા ઓવરબ્રિજ-રિવરબ્રિજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ દરખાસ્‍તને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં જે સાત ફ્‌લાય ઓવર માટે રૂપિયા ફાળવવામાં આવ્‍યા છે. તેમાં વિવેકાનંદનગર રીવરબ્રિજ , વાડજ જંક્‍શન ફ્‌લાય ઓવરબ્રિજ, પલ્લવ જંક્‍શન ફ્‌લાય ઓવરબ્રિજ , પ્રગતિનગર જંક્‍શન ફ્‌લાય ઓવર , સતાધાર જંક્‍શન ફ્‌લાય ઓવર , ઘોડાસર ફ્‌લાય ઓવર તથા નરોડા પાટિયા જંક્‍શન ફ્‌લાય ઓવર નો સમાવેશ થાય છે.

સુરતમાં વધુ ૮ બ્રિજ બનશે

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનાના ભાગરૂપે સુરત મહાનગરમાં આઠ નવા ઓવરબ્રિજ અને રેલ્‍વે અંડર બ્રિજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ દરખાસ્‍તને મંજૂરી આપવામાં આવી છે. તેમાં લિંબાયત થી નવાગામ ડિંડોલીને જોડવા માટે અન્‍ડર બ્રિજ, ડિંડોલી માનસરોવર પાસે ઓવરબ્રિજ, ઘોડદોડ જકશન પર ઓવરબ્રિજ, બેડલાઇનર જંકશન પર અંડર બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.

 

(4:13 pm IST)