Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ફિંગર પ્રિન્ટ ડેટાથી ખોટા બીલ બનાવતા સસ્તા અનાજના ૭ વેપારીની ધરપકડ

અમદાવાદ : સાયબર ક્રાઈમબ્રાંચની ટીમે ફિંગરપ્રિન્ટ તૈયાર કરી સસ્તા દરનું અનાજ રેશનિંગ કાર્ડ ધારકોને આપવાની જગ્યાએ ખોટા બિલ તેયાર કરી વેપારીઓ બારોબાર વેચી મારતા હોવાનો કૌભાંડમાં આણંદની સસ્તા દરના અનાજની દૂકાનના નવ વેપારીઓની ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં રબર મટિરીય્લસ પર ડુપ્લિકેટ ફિંગરપ્રિન્ટ ડેટા તૈયાર કરતાં મુખ્ય સૂત્રધાર ભરત લક્ષ્મણ ચોધરી, ધવલ રાજેશ પટેલ અને દુષ્યંત ભાનુ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ રેશનિગ કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ, આધાર કાર્ડના ડેટા વેપારીઓને આપતા હતા. જે ડેટાનાખોટા બિલો આરોપી વેપારીઓ રજૂ કરી સસ્તા દરનું અનાજ લઈ બારોબાર વેચી મારી કોભાંડ આચરતા હતા.

 સાયબર ક્રાઈમબ્રાંચની ટીમે શુક્રવારે આણંદની સસ્તા દરના અનાજની નવ દુકાનના માલિકોની ધરપકડ કરી છે. જેમાં રમેશચંદ્ર ફતેચંદ મોહનાની રહે, ગુરુનાનક સોસાયટી, જોઈતારામ કપુરાજી સરગરા રહે, શ્રીઠાકોરજીનગર, દીલીપભાઈ નગીન પટેલ રહે, ગોવર્ધન પાણીની ટાંકી સામે, મનહરભાઈ કાલીદાસ સોલંકી રહે, એકતાનગર,બોરસદ ચોકડી, વિનોદ રમેશભાઈ વાદ્યેલા રહે, અમીતનગર, ગંગારામ સુપડભાઈ વસાવા રહે, પ્રયોશા પાર્ક, ચેતનભાઈ હરીશભાઈ તુલસાણી રહે, ગુરૂનાનક સોસાયટી, ગંગાસાગર દેવેન્દ્ર પાંડે રહે, મુકિતનગર સોસાયટી અનેપ્રફુલ્લભાઈ મગનભાઈ ઠાકોર રહે, ક્રિષ્નાવિલા બંગ્લોઝનો સમાવેશ થાય છે. સમગ્ર કૌભાંડમાં મુખ્ય ત્રણ આરોપી ભરત, ધવલ અને દુષ્યંતતી ધરપકડ કરી હતી. જેમાં ધવલ જૂદા જૂદા રાજયોના રેશનિંગ ધારકોના ડેટા સરકારની જૂદી જૂદી યોજનાના કાર્ડ કઢાવવાની લાલચ આપીને મેળવતો હતો.

(3:30 pm IST)