Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વ્યાજખોરોના ત્રાસથી અંતે જીંદગી હારી ગયો

અમદાવાદઃ એસજી હાઈવે પર નિરમા યુનિ.ના ગેટ પાસે વ્યાજખોરોના ત્રાસથી ગુરૂવારે સાંજે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરનાર રેતીના ધંધાર્થી યુવકની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકની અંતિમવિધી બાદ પરિવારજનોના નિવેદન લઈ પોલીસે બે પાનાંની સ્યુસાઈડ નોટ આધારે દુષ્પ્રેરણનો ગુનો નોંધવા તજવીજ કરી છે. આરોપીઓએ દસ ટકા વ્યાજે યુવકને પૈસા આપ્યા બાદ ૨૦ ટકા વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું. નારણપુરાની લખુડી કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં રહેતાં રવિ રાજુભાઈ વણઝારા રેતીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

 સ્યુસાઈડ નોટમાં મૃતક રવિએ લખ્યું છે કે, રેતીના ધધામાં મંદી આવતાં હું વ્યાજના સંપર્કમાં આવ્યો હતો. મને દસ ટકા વ્યાજે પૈસા આપ્યા તે લોકોએ પાછળથી ૨૦ ટકા વ્યાજ લેવા લાગ્યા હતા. દ્યણા સમય સુધી વ્યાજ આપવા છતા વ્યાજખોરો મને મારવાની ધમકી આપી વધુ પૈસા વસુલતા હતા.એકનું વ્યાજ ચુકવવા વ્યાજખોર મને બીજા જોડેથી પૈસા અપાવતા હતા. આ રીતે હું વ્યાજના ચક્કરમાં ફસાતો ગયો હતો. મારે મારુ દ્યર છોડવું પડ્યું, વ્યાજવાળાના ત્રાસથી કંટાળી ગયો છું. હવે, હું આત્મહત્યા કરી રહ્યો છું. મારી આત્મહત્યાના જીમ્મેદાર આ બધા જ છે. સંજય દેસાઈ, રાજુ દેસાઈ (મારી આઈર૦ કાર લઈ લીધી), રાહુલ ભરવાડ, વિષ્ણુ દેસાઈ, મહેશ દેસાઈ, બાપા સિતારામ વાડજ અને ગુડુભાઈ ગલા વાડો કેશુનગર છે.

(3:29 pm IST)