Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

આણંદ પંથકમાં કોંગો ફીવર?: યુવકનું મોત

આણંદ તા. ૧૪ :.  જીલ્લાના બોરસદ તાલુકાના વીરસદ ગામમાં શંકાસ્પદ કોંગો ફીવરને કારણે એક યુવકનું મોત થતા આરોગ્ય વિભાગને દોડધામ થઇ પડી છે, અને ઢોરોના સેમ્પલ લેવાનું એન જીવાણુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરી દેવાયો છે.

ઉપરોકત ગામના યુવાનને છેલ્લા ઘણા દિવસથી તાવની ફરીયાદ હતી, દવાઓ આપવા છતાં તબીયત સુધરી ન હતી, અને સારવાર દરમિયાન જ મોત થયું હતું.

કોંગો ફીવરની શંકાએ યુવકના સેમ્લ તપાસ માટે મોકલી દેવાયા છે, પશુપાલન અધિકારી સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે શંકાસ્પદ કોંગો ફીવર સંદર્ભે પશુ ડોકટરોની એક અલગ ટીમ ગામમાં મોકલાઇ છે., પશુઓને રોગ પ્રતિકારક ઇન્જેકશન અપાઇ રહ્યા છે.

(3:28 pm IST)