Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

દાઉદી વ્હોરા સમાજમાં ધર્મગુરૂ બાવનમાં દાઈની ૧૦૯મી મીલાદઃ ત્રેપનમાં દાઈની ૭૬મી મિલાદ (જન્મદિવસ) સુરત ખાતે ઉજવાશે

સોમવારે સુરત ખાતે પ્રોશેસનઃ વિજયભાઈ ઉપસ્થિત રહેશે

બાવનમાં દાઈ અલ હૈયુલ મુકદ્દસ ડો.સૈયેદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના ૧૦૯મી મીલાદ મુબારક : ત્રેપનમાં દાઈ ડો.સૈયેદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના ૭૬મી મીલાદ મુબારક

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવનમાં દાઇ અલ મુત્લક હીઝ હોલીનેસ ડો. સૈયેદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના ૧૦૯મી મિલાદ મુબારક તથા ત્રેપનમાં દાઇ અલ મુત્લક ડો.સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનસાહેબ (ત.ઉ.શ.)ની ૭૬મી સાલગિરાહ તા.૧૭ મંગળવારના રોજ આવે છે.

બાવનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)નો જન્મ તા.ર૦ મી રબીઉલ આખર હી.૧૩૩૩માં સુરત મુકામે થયો હતો, તા.૧૬મી રબીઉલ અવ્વલ હીજરી ૧૪૩૫માં મુંબઇ ખાતે આપ વફાત થયા હતા, ૫૦-વર્ષ સુધી બાવનમાં દાઇ તરીકે રહીને દાઉદી વ્હોરા સમાજને કહાથી કહા પોહચાવી દીધા. તેમનામાં આધ્યાત્મિકતા, શ્રધ્ધા, ભકિત, ભાઇચારો, સર્વધર્મ સમભાવની ભાવના માનવ જાતની સેવા કરવાની અદભુત ભાવના ભરેલ પડી છે. તેમના ભલાઇ માર્ગદર્શનથી દાઉદ વ્હોરા કોમ તેમની શિસ્ત અને સારા કાર્ય માટે શાંત વેપારી કોમ તરીકે જાણીતી બની છે.

દાઉદી વ્હોરા કોમ માટે વ્યાજના દુષણથી છોડાવવા માટે બુરહાની કરદન હસના, નુર કરદન હસના ટ્રસ્ટ વિ.ની સ્થાપના કરેલ છે જેમાં વગર વ્યાજે રકમ આપવામાં આવે છે અને કોમના લોકોને વ્યાજના દુષણથી છોડાવી દીધા. પર્યાવરણ બાબતે અત્યંત જાગૃત હતા. કોમના લોકોને ઝાડ ઉગાડવા માટે ભારપૂર્વક ફરમાન કરેલ હતુ. સફાઇ અભિયાન માટે નજાફત કમીટી બનાવેલ છે જેમાં મોહલ્લાઓ, શહેરોને સફાઇ માટે અપીલ કરેલ છે નવ જવાન ફરઝંદોને દીની અને દુન્યવી રસ્તા પર કેમ ચાલવું તેની શીખ આપી હતી આપની નીગરાની હેઠળ તોલોબાઉલ કુલ્લીયા, શાબાબુલ ઇદીઝ જહબી કમીટી બનાવી નવ જવાન ફરઝંદો વેસ્ટર્ન કલ્ચર દુનિયાની આ બદલાતી આ ગરમ હવામાં ફસાઇને ભુલ ના કરે તે માટે આવી કમીટીઓ બનાવેલ હતી. આવાતો ઘણા ભલાઇના કાર્યો કરેલા હતા.

કોઇપણ દેશ-ગામ-શહેરોમાં જતા ત્યારે વાઅઝ ફરમાવતા તેમાં જે ધરતી પર વસે છે તેને વફાદાર રહેવા ભારપૂર્વક સંદેશો આપતા હતા અને શાંતિ, ભાઇચારો અને રાષ્ટ્રભકિત તેઓના પ્રવચનનો હિસ્સો હોય જ છે.

ધાર્મિક અને દુન્યવી બાબતોમાં સક્રિય હિસ્સો લઇ રહયા હતા. ધર્મની સાથે દેશ પ્રેમ અને ભાઇચારાની ભાવનાનાં સંદેશાઓથી માત્ર રાજાઓ કે અમીરો જ નહી પરંતુ સામાન્ય માણસ પણ તેઓથી પ્રભાવિત છે. શિક્ષણના તમામ ક્ષેત્રે વિકાસ માટે તેઓ કોમને પ્રોત્સાહિત કરે છે. તેમની આગેવાની હેઠળ એમ.એસ.બી. એજયુકેશન ઇન્સ્ટીટયુટ જામેઅતુલ સૈફીયાહ, મદ્રેસાઓ, કોલેજોની આ બાબતો ખ્યાલ આપી જાય છે.

આજે ત્રેપનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈકુદ્દીનસાહેબ (ત.ઉ.શ.) આજ પ્રમાણે દાઉદી વ્હોરા સમાજને ઉપદેશો આપી રહયા છે અને બાવન દાઇ અલ મુત્લક ડો. સૈયેદના સાહેબ (રી.અ.)ના અધુરા રહી ગયેલ તમામ કાર્યો પોતે પુરા કરી રહયા છે અને તેમના રાહ પર ચાલીને દાઉદી વ્હોરા કોમને વધુને વધુ માનભેર અપાવી રહયા છે.

ત્રેપનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)નો જન્મ હીજરી ૧૩૬૫માં ર૩મી રમઝાન (લયલતુરકદર) સુરત મુકામે થયેલ હતો. આપનો જન્મદિવસ રમઝાન માસમાં આવે છે. પરંતુ આપે જાહેર કર્યું કે મારો જન્મદિવસ બાવાજીસાહેબ બાવનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના જન્મદિવસ તા.ર૦મી રબીઉલ આખર આવે છે તે તારીખે જ ઉજવણી કરશે. જેથી સમગ્ર વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજ બેવે આકા મૌલા મિલાદ મુબારક (જન્મદિવસ)ની સાથે કરે છે. આજે ત્રેપનમાં દાઇ અલ મુત્લક સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનસાહેબ (ત.ઉ.શ.) તરીકે બીરાજમાન છે.

બાવનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ. )યે ત્રેપનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ને ત્રેપનમાં દાઇ અલ મુત્લક તરીકે ગાદીનશીત કરેલ હતી. ત્યારે વિશ્વભરમાં મૌલા મુફદ્દલ મૌલા મુબારક મુબારકના નારાઓથી ગુંજી  ઉઠીયા હતા અને ત્રેપનમા દાઇ અલ મુત્લક તરીકે દાઅવતના અર્શ ઉપર ૧૬મી રબીઉલ અવ્વલ હીજરી ૧૪૩૪માં જલવાનુમા થયા.

દાઉદી વ્હોરા કોમ દુનિયાના ૩૦થી વધુ દોશોમાં સ્થાયી થયેલ છે. તે તમામ દેશોની સરકારો દાઉદી વ્હોરા કોમને માન્યતા અને સન્માન આપે છે.

ત્રેપનમાં દાઇ અલ મુત્લક દેશ-વિદેશના ઘણા પ્રવાસો કરે છે અને પોતાની કોમને સાચા રાહ પર લઇ જવાના અથાગ પ્રયત્ન કરે છે. હાલ સુરતમાં બીરાજમાન છે. તા.૧૭-મંગળવારના રોજ ત્રેપનમાં દાઇઅલ મુત્લક ડો. સૈયેદના અબુ જાફસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનસાહેબ (ત.ઉ.શ.) મસ્જીદ-એ-મોઅઝઝમ સુરત ખાતે સવારે વાઅઝ ફરમાવશે.

તા. ૧૬ સોમવારના રોજ સાંજે ભવ્ય (મોકીબ) પ્રોસેશન સુરત ખાતે નીકળશે જેમા વિશ્વભરમાથી દાઉદી વ્હોરા સમાજના સ્કાઉટ બેન્ડ આવશે. તેમજ પ્રોસેશનમાં લોક કલ્યાણના માર્ગદર્શન આપતા તેમજ અવનવા અલગ-અલગ ફલેટો મોટી સંખ્યામાં જોડાશે. આ પ્રોસેશનમાં શેહઝાદાસાહેબો (દા.મ.) તથા કસરેઆલીના ભાઇસાહેબો, કોઠાર મુબારકના સાહેબો, દરેક ગામના આમીલસાહેબો, જમાઅતના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજનાં લોકો જોડાયને અનેરા ઉલ્લાસ સાથે મીલાદની મુબારક બાદી પેશ કરશે. આ પ્રસંગે ગુજરાત રાજયનાં લોક લાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થીત રહી પ્રોસેશન નિહાળશે અને હીઝ હોલીનેસ ત્રેપનમાં દાઈઅલ મુત્લક ડો.સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનસાહેબ (ત.ઉ.શ.)ને મુબારક બાદી પેશ કરશે.

બાવનમાં દાઈ અલ મુત્લકની ૧૦૯મી મિલાદ મુબારક...

ત્રેપનમાં દાઈ અલ મુત્લકની ૭૬મી મિલાદ મુબારક...

સદા રહેજો બાકી સલામત એ મૌલા હજારો વરસ એમ દોઆ છે. હમારી

શેખ યુસુફઅલી (એનડીઆઈ), જોહર કાર્ડસવાલા, મો.૯૪૨૮૮ ૯૪૭૫૨

(1:45 pm IST)