Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઠંડીની શરૂઆત થતા સ્વાસ્થ્ય અને શકિતવર્ધક શિયાળુ પાકની સિઝન

સાલમપાક, અડદિયા, મેથીપાક વગેરે તંદુરસ્તી માટે જરૂરી : ચાલુ વર્ષે શિયાળુ પાકના ભાવ સ્થિર હોવાથી પાક રસિકોને હાશકારો

સુરત, તા.૧૪: શહેરમાં ફુલગુલાબી ઠંડીની સિઝન સાથે જ શિયાળુ પાક આરોગવાની સિઝન પુરબહારમાં ખીલી છે. ચટાકેદાર વાનગી ખાવાના શોખી સુરતીલાલા સ્વાસ્થ્ય માટે શિયાળુ પાક આરોગે છે. શહેરમાં મીઠાઇની દુકાનોમાં સાલમપાક, અડદિયા, મેથીપાક, ખજુરપાક, તલની સાની, અંજીર-અખરોટ પાક અને ગુંદર પાકની ખરીદી શરૂ થઇ છે. શિયાળુ પાકથી શરીરની તંદુરસ્તી આખું વર્ષ જળવાઇ રહી છે. શિયાળુ પાકના ભાવ સ્થિર હોવાથી સ્વાદપ્રિય સુરતીઓએ રાહતનો સ્વાસ લીધો છે. શહેરમાં શિયાળુ પાકનું વેચાણ રૂ. ૭૦૦થી ૮૦૦ એક કિગ્રાના ભાવે થઇ રહ્યંુ છે.

હાલમાં શહેરમાં ઠંડીની શરૂઆત થઇ છે. ચોમાસંુ મોડંુ પૂર્ણ થતા ઠંડીની શરૂઆત પણ મોડી થઇ છે. ઠંડીની મસ્ત મોસમમાં સુરતીલાલા વસણાથી ભરપુર શકિતવર્ધક પાકો ખાઇ રહ્યા છે. શહેરમાં મીઠાઇની દુકાનોમાં સાલમપાક, મેથીપાક, અડદિયાપાક, ખજુરપાક, તલની સાની, અંજીર-અખરોટ પાક, ગુંદરપાક વગેરે શકિતવર્ધક પાકોનંુ વેચાણ શરૂ થયંુ છે. સ્ટેશન રોડ, ચોકબજાર, વરાછા, દ્યોડદોડ રોડ, અડાજણ વગેરે વિસ્તારમાં આવેલી પ્રખ્યાત મીઠાઇની દુકાનોમાં લોકોએ ખરીદી શરૂ કરી છે. ઠંડીમાં શકિતવર્ધક પાકો ખાવાથી શરીરને શકિત, ગરમી અને સ્ફૂર્તિ મળે છે. લોકો પોતાના બાળકોના ઝડપી વિકાસ માટે તેને વસાણાથી ભરપૂર પાક ખવડાવે છે. માત્ર શિયાળામાં ખાવામાં આવતા પાકમાં શુદ્ઘ દ્યી, તલ, ખજુર, મેથી, સૂંઠ, વાસણા, ડ્રાઇફ્રૂટ, આયુર્વેદિક ઓષધિ, શાક પ્રકારના મસાલા નાખવામાં આવે છે. મેથીપાક હાડકાં મજબૂત કરે છે. અડદિયા પાક પાચનશકિત વધારે છે. ગુંદરપાક હાડકાં મજબૂત કરી કમરનો દુખાવો દૂર કરે છે. અંજીર-અખરોટ પાક હ્ય્દયને સ્વસ્થ રાખે છે.

સુરતનો સાલમપાક દેશ-વિદેશમાં પ્રખ્યાત 

વર્ષોથી મીઠાઇનો વ્યવસાય કરતા રોહન મીઠાઇવાલાએ જણાવ્યંુ કે સાલમપાક સુરતની પ્રચીન ઓળખ છે. તેને બનાવવામાં ડ્રાયફ્રૂટ, સફેદ-કાળી મુસલી, સિંગોડાનો લોટ, ખસખસ, દૂધ, શુદ્ઘ દ્યી વાપરવામાં આવે છે. એનઆરઆઇ લોકો સાલમપાક વિદેશ લઇ જાય છે. સાલમપાક ખાવાથી શરીરમાં ગરમાટો આવે છે. શિયાળામાં શરીર ગરમી જાળવી રાખે છે. તેથી, ઠંડા પ્રદેશમાં ફરવા જતા લોકો સુરતનો સાલમપાક ખાય છે.

મહિલા મંડળ, સ્વૈચ્છિક સંસ્થા અને ઘરગથ્થુ પાક બનાવવાની પરંપરા યથાવત 

શહેરમાં મહિલા મંડળ, સ્વૈચ્છિક સંસ્થા અને ઘરગથ્થુ પાક બનાવવાની પરંપરા આજે સદીઓ પછી પર અકબંધ જોવા મળે છે. કોટ વિસ્તારમાં લોકો વસ્તુ દ્યરેથી લઇ જઇને સુખડિયા પાસે મજૂરીથી પાક બનાવડાવે છે.

(1:43 pm IST)