Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

અમદાવાદમાં સવાર-સાંજ બે - બે કલાક પતંગો નહીં ઉડાડવા પોલીસની અપીલ

પ્લાસ્ટીક સિન્થેટીક મટીરિયલ્સથી ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ

અમદાવાદ : રાજ્યમાં ઉતરાણના તહેવારોમાં પક્ષીઓ અને મનુષ્યોના ગળા કપાવાના કારણે મોત થતા હોય છે. જેથી પ્લાસ્ટીક સિન્થેટીક મટીરિયલ્સથી ચાઇનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર અમદાવાદ પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં ખાસ કરીને પક્ષીઓ સવારે ૬થી ૮ અને સાંજે ૫થી ૭ દરમિયાન માળામાં આવતા જતા હોવાથી આ સમયે પતંગ ઉડાડવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે

   અમદાવાદમાં ઉતરાયણના તહેવારો દરમિયાન લોકો પ્લાસ્ટીક, સિન્થેટિક મટીરિયલ્સથી બનાવેલી ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવીને આનંદન માળતા હોય છે. પરંતુ આવી ધારદાર દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે એટલું જ પક્ષીઓ અને બાળકો સહીત મનુષ્યો ગળા કપાવાથી મોતને ભેટતા હોય છે જેથી જીવદયાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામું બહાર પાડયું છે ક પક્ષીઓ સવારે ૬થી ૮ અને સાંજે ૫થી ૭ દરમિયાન માળામાં આવતા-જતા હોવાથી તેમના વિહારના આ સમયે પતંગઉડાડવાનું ટાળવા માટે વિનંતી કરવામાં આવી છે.

(1:42 pm IST)