Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉંઝા ઉમિયા મહોત્સવમાં અમિતભાઈને નિમંત્રણ આપવા સામે વિરોધ

૧૪૪ પાટીદારો હજુ જેલમાં છે : ૧૪ પાટીદાર યુવાનોએ જીવ ગુમાવેલ તેની પણ યાદ અપાવાઈ

મહેસાણા, તા.૧૪ : મહેસાણા જિલ્લાનાઉંઝામાં આવેલ કડવા પાટીદાર સમાજની કુળદેવીઉમિયા માતાના મંદિર ખાતેયાજાનાર લક્ષચંડીમહાયજ્ઞમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને આયોજકોદ્વારા આપવામાં આવેલાઆમંત્રણનો વિવાદ સર્જાયોછે. વિસનગર અનેવિજાપુરના પાટીદાર યુવકોએ તેનો ઉગ્ર વિરોધદર્શાવીને આમંત્રણ રદકરવાની માંગ કરી છે. અમિતભાઈ ૨૦મીએ આવવાના છે. ઊંઝામાં આવેલ ઉમિયામાતાજીના મંદિરે આગામીતા.૧૮ ડિસેમ્બરથી ચારદિવસીય લક્ષચંડી મહાયજ્ઞનુંઆયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦ લાખ જેટલાપાટીદારો દેશ વિદેશમાંથીઉમટી પડે તવો અંદાજ છે. એસટી નિગમદ્વારા ૫૦૦ એકસ્ટ્રા બસોદોડાવવાનો નિર્ણય કરાયોછે.

આ લક્ષચંડી યજ્ઞમાંદેશભરમાંથી સાધુ સંતો, અનેક રાજ્યના મુખ્યમંત્રીરાજ્યપાલો સહિતના  સંખ્યાબંધ મહાનુભાવોનેઆમંત્રણ પાઠવવામાં આવ્યાછે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇને પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા અપાયેલા આમંત્રણને પગલે  ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેનનેકૌશીક પટેલ, ધનજીપાટીદાર સહિત વિજાપુર  અને વિસનગરના પાટીદાર યુવકોએ રૂબરૂ મળીને આમંત્રણ રદકરવા લેખિત માંગણી કરતાંવિવાદ સર્જાયો હતો. જેમાંગોધરાકાંડ દરમિયાનકેસોમાં ૧૪૪ પાટીદારો હજુપણ કારાવાસ ભોગવી રહ્યાછે. જ્યારે પાટીદાર અનામતઆંદોલન વખતે ૧૪ પાટીદાર યુવાનોએ જાનગૂમાાવ્યા હોવાનો ઉલ્લેખકરવામાં આવ્યો છે.

(1:40 pm IST)