Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રાજ્ય સરકારની વીજ કંપની માટે વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિયરની પરીક્ષા કેન્સલ કરાઈ

આ ભરતી પરીક્ષા 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્ક માટેની હતી

ગાંધીનગર : રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાનાં હોબાળો હજી ઉભો છે ત્યારે વધુ એક ભરતી પરીક્ષા રદ કરાઈ છે  સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી છે. આ ભરતી પરીક્ષા 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્ક માટેની હતી. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. જેના કારણે હાલ ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગેનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

 સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ 2018નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી 500 રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે www.dgvcl.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.

(11:36 am IST)